SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) નમોસ્તુસ્તવ (પ્રાયઃ ઇ.સ.પૂ.૫૦–ઈ.સ.૫૦) સ્તુત્યાદિ રચનાઓમાં પરમ માંગલિક એવં અગ્રિમ હરોળમાં આ “નમો ને શબ્દોથી આરંભિત થતા સ્તવની ગણના છે. શ્વેતાંબર મૂર્તિપૂજક) સંપ્રદાયની પ્રતિક્રમણ-વિધિમાં બોલાતા સ્તોત્રાદિમાં આનો સમાવેશ થયો છે. આમ તો આ “સાધારણ જિન-સ્તવ' વર્ગનું છે, પરંતુ પર્યુષણાકલ્પ (સંકલન ઈસ્વી ૫૦૩/૫૦૬)માં અહંતુ વર્ધમાનને ઉદ્દેશી ઇન્દ્ર કરેલી સ્તુતિરૂપે પણ મળતું હોઈ તે શકસ્તવ' નામે પણ પ્રસિદ્ધિમાં છે. આ સિવાય ઔપપાતિકસૂત્ર (ઇસ્વી રજી-૩જી શતાબ્દી)માં વીરદર્શન અર્થે પ્રવૃત્ત શ્રેણિક(સેનિય) પુત્ર અજાતશત્રુ કોણિકના મુખમાં તે મૂકવામાં આવ્યું છે; અને એ જ પ્રમાણે રાજપ્રશ્નીય વા રાજપ્રસેનીયસૂત્ર (દ્વિતીય સ્કંધ, પ્રાયઃ ઇસ્વી રજી-૩જી શતાબ્દી)માં સૂર્યાભદેવ દ્વારા થયેલી જિન વીરની સ્તવનારૂપે પ્રસ્તુત થયું છે. એ જ રીતે સમવાયાંગસૂત્ર (વર્તમાન સંકલન ઇસ્વી ૩૫૩-૩૬૩)માં મહાવીરને સંબોધીને પ્રસ્તુત સ્તવમાંથી વિનં થી થાન સંપાવિત મેન સુધીનો પાઠ લીધો છે. તદુપરાંત વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ (પ્રાયઃ ઇસ્વી ૩જી-૪થી સદી) તેમ જ ઉપાસકદશા (પ્રાયઃ ઇસ્વી ત્રીજી શતાબ્દી) અંતર્ગત સ્તવના આરંભના શબ્દો આપી પછી “જાવ' કહી છેલ્લા શબ્દો દ્વારા સંક્ષેપમાં તેનો નિર્દેશ થયેલો છે. આમ આગમોમાં આ સ્તવની ભારે પ્રતિષ્ઠા હતી. પરંતુ આ તમામ આગમોમાં પ્રસ્તુત સ્તવની સ્થિતિ ઉદ્ધરણ રૂપે છે. સ્તવ તો એ સૌ આગમોના વર્તમાને ઉપલબ્ધ સંકલન, સ્વરૂપ શૈલી, એવં આંતિરક વસ્તુ જોતાં એનાથી પ્રાચીનતર છે, જે વિષે અહીં આગળ ચર્ચા થશે. અતુ-ભગવત્ સ્વરૂપ “જિન” કિંવા “તીર્થકર'ની પ્રશંસા વા ગુણસ્તવના અર્થે થયેલી આ પ્રારંભિક રચના હોવા છતાં ભવ્યોદાત્ત, ગુંજનમય યા ઘોષયુક્ત, અર્થગંભીર તથા અછાંદસ જાતિની પ્રાર્થના છે. એનું બંધારણ એથી આરંભિક દશાના એવં અવિકસિત દંડક છંદના સ્વરૂપનું સૂચન કરે છે. આથી પ્રસ્તુત વર્ગના પ્રશિષ્ટ રૂપોમાંથી એકેયનાં પૂરેપૂરાં લક્ષણો અને માત્રાદિ ગણના તેમાં દૃષ્ટિગોચર થતાં નથી. યોગશાસ્ત્રની સ્વોપજ્ઞ વૃત્તિ(પ્રાયઃ ઇ.સ.૧૧૬૫-૬૬)માં આચાર્ય હેમચંદ્ર તેને “પ્રણિપાત દંડક' રૂપે ઘટાવ્યું છે. સ્તવ મૂળે આર્ષ ભાષામાં, એટલે કે અર્ધમાગધીમાં રચાયેલું; પ્રાયઃ પ્રાકૃમધ્યયુગ અને મધ્યયુગના પ્રારંભના ગાળામાં તે મહારાષ્ટ્રી-પ્રાકૃતની નાગચૂડમાં આવી ગયેલું. અહીં આથી તેને તેના પૂર્વના, અર્ધમાગધી સ્વરૂપમાં, પ્રસ્તુત કર્યું છે. જુદાં જુદાં સૂત્રોમાં સ્તવના અંત ભાગે કોઈ કોઈ શબ્દ માટે પાઠાંતર જોવા મળે છે. પર્યુષણાકલ્પ (ઇસ્વી ૫૦૩/૫૦૬)માં આખરી શબ્દ સંપત્તા પછી નમો નળા નિયમયા સરખો મહારાષ્ટ્રીમાં રચાયેલ ચરણખંડ ઉપસ્થિત છે; પણ તે તેની પૂર્વે રચાઈ ગયેલ ઉપર કથિત આગમોમાં ઉપલબ્ધ નથી; આથી અહીં તેનો સ્વીકાર કર્યો નથી. સાંપ્રત સ્તોત્રમાં સૂત્રકૃતાંગના ‘વીરસ્તવમાં પ્રથમ જ વાર મળતા “સર્વજ્ઞ’ અને ‘સર્વદર્શી' શબ્દો જ નહીં, પરંતુ “તીર્થકર', “આદિકર' તથા “જિન” શબ્દોનો પણ અહીં પ્રયોગ થયો છે, જે આચારાંગ-સૂત્રકૃતાંગ સરખા પ્રાચીનતમ આગમોના પ્રાચીનતમ હિસ્સામાં પ્રયોજાયેલા હોવાનું દેખાતું ૬૪
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy