SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદન : ગુર્જર વિદ્વત્તાનો વિક્રમ : સમગ્ર સ્તોત્ર-સ્તુતિ સાહિત્ય તો વિપુલ અને દુર્લભ પણ છે. હજારો વર્ષથી વહેતું રહેલું આ મહાનદ વહેણ પહેલાં કંઠોપકંઠ ઊતરતું-તરતું હશે; સંગ્રહો તો પછી બંધાયા. તેથી આ સંગ્રહોમાં, મૂળ કંઠસ્થ હતું તેથી, અનેક પાઠો હોવાનો સંભવ. ને જે પ્રાપ્ત હસ્તપ્રતો છે તેમાં લખાણની અસ્પષ્ટતાઓ પણ હોય જ. પ્રાકૃત વળી કંઈ એક ભાષા થોડી હતી ! ત ્-તદ્દેશીય હતી. સ્તુતિ એકમાંથી બીજીમાં જાય તોય ભાષાફેર થોડોક થાય જ. એકની છાયા બીજી પર હોય તે પણ સહજ. એટલે આજે જો આટલું અર્ધમાગધીરૂપ બેસાડવું હોય તો તે પણ કઠણ. એકબીજાને સ્થાને જતાં ન-ણ; ‘યં’ તે સવર્ણીકરણ પામેલ ‘ગં’ હોય ! (ણિયુંઠ તે મૂળનો ‘નિગ્રંથ’ !) ‘સૂયગડ’ તે ‘સૂત્રકૃત’. આવાં અગણિત ભાષાપરિવર્તનોને ઉકેલીને બેસાડવાનું કામ બહુ જટિલ છે. વળી આ બધા જે સંગ્રહો મળે છે તેનો ફાલ પણ ઓછો વિપુલ નથી ! સમૃદ્ધ છે, એટલો કે ખાંપતાં ખાંપતાં થાકી જવાય. આ બન્ને વિદ્વાનો થાક્યા વિના આમાંથી પસાર થતા ગયા; ગુણવત્તાએ ઉત્તમ અને પરંપરાએ મહત્વની એવી કૃતિઓ તારવતા ગયા, એના કર્તાઓની ભાળ મેળવીને નોંધ કરતા ગયા, પછી એમાંથી પાછું આખરી ચયન કરી, કૃતિઓને કાળક્રમે ગોઠવી – અલબત્ત, નિગ્રંથદર્શનનો દોર પકડીને જ કૃતિઓ-કર્તા પસંદ કર્યાં. એમણે લીધેલ કાળનો એક છેડો છેક દર્શનના આરંભનો છે ને બીજો લગભગ અર્વાચીનને અડેલા જેવો છે ! એ કાળનો વ્યાપ ભાષાનું ને છંદઢાળનું-અભિવ્યક્તિનું વૈવિધ્ય, સંપાદિત સામગ્રીની ગુણવત્તા, અન્યથા આ સામગ્રીની દુષ્પ્રાપ્યતા વગેરે જોતાં આ ગુર્જર વિદ્વત્તાનો એક પ્રભાવક વિક્રમ છે. અણથક સ્વાધ્યાયનું મીઠું ફળ. આયોજન : ત્રિલોકની યાત્રા ત્રિખંડી : સંપાદન સુઆયોજિત પણ છે. અર્વાચીન ભાષાઓનો કાળ તે સર્વમાન્ય છતાં જરા વ્યાપક ગણતરીએ સત્તરમી સદીનો ગણાય. એટલે તે પછીનું તો સુલભ ને સુગમ, પહોંચવj. એ છોડીને જે દુર્ગમ પ્રાકૃતો-સંસ્કૃત-અપભ્રંશાદિ નિગ્રંથ સ્તોત્ર સાહિત્ય તેના ચયનનો ઉપક્રમ રાખ્યો છે, એ તો વળી વધુ કઠિન ચઢાણ. ઇ.સ.પૂર્વે બીજી સદીથી ઇ.સ.૯૦૦ સુધીનું એક ખંડે, ૯૦૧ થી ૧૩૦૦નું બીજે ખંડે અને ૧૩૦૧ થી ૧૭૫૦નું ત્રીજે ખંડે તથા પ્રત્યેકમાં સામગ્રી બે ભાગમાં-પહેલામાં પ્રાકૃત બીજામાં સંસ્કૃત કૃતિઓ. આમ ત્રિલોકની યાત્રા ત્રિખંડી. એમાંનો પહેલો ખંડ અહીં છે. પ્રથમખંડની સામગ્રી ઃ ગવેષણા અને તાટસ્થ્ય ઃ આરંભે સ્તોત્ર-સ્તુતિ વિષેની સર્વગ્રાહી વિદ્વત્તાપૂર્ણ ચર્ચા છે. સ્તોત્ર-સ્તુતિનું સ્વરૂપ, એનાં લક્ષણો વગેરેની માહિતીપ્રચુર ચર્ચા સાથે અગાઉ થયેલ સંગ્રહો અને તેમની ગુણમર્યાદાનો પણ ખ્યાલ આપ્યો. પછી ખ્યાલ આપ્યો આ સંપાદનના અભિગમ-ઉદ્દેશ વગેરેનો. સ્તોત્ર-સ્તુતિ વિષેની આ સામગ્રી આટલા ઊંડાણથી, વ્યાપ ને વિશદતાથી ગુજરાતીમાં તો પહેલી વાર જ મુકાય છે. આ માત્ર સંપાદન કે સંકલન નથી; ઊંડી ને ઊંચી દષ્ટિપૂર્વકનું સંશોધન છે. ખાસ કરીને પ્રસ્તાવનાનો દ્વિતીય અધ્યાય આની ૩૨
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy