SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સ્તોત્ર સાહિત્ય, તેની આગવી છટા-છાયા સાથે આજે પણ પ્રયોગમાં છે. આજની વંદનાવલિઓ કે પ્રભુસ્તુતિઓ ગુજરાતી, હિંદી, મરાઠી, કન્નડ જેવી ભાષાઓમાં રચાય-ગવાય છે, આજથી સો-બસો વર્ષ પછી કોઈ સંશોધનશીલ વિદ્વાન્ તેના પર પીએચ.ડી. કરતો હશે ! પ્રાયઃ પ્રત્યેક પ્રતિભાવાન મુનિ, પાઠક, સૂરિએ સ્તુતિ કાવ્યની રચના પોતાના જીવનકાળમાં કરી જ હશે. પચીસ શતાબ્દી, સહસ્રશઃ શ્રમણો (અને ઉપાસક કવિઓ પણ ખરા), ભારતની વિવિધ ભાષાઓ—આ બધાંની ત્રિરાશિ માંડતાં સ્તોત્રસંખ્યા ક્યાં પહોંચે તેની વાસ્તવિક આંક મળવો અશક્ય છે. કારણ કે આવું સર્જન બધે જ અને સમગ્રરૂપે સચવાઈ રહે એ શક્ય નથી. સંશોધનસામગ્રીની ઉપલબ્ધતા : આજનું ઊજળું પાસું વર્તમાનકાળનું એક ઉજ્જવળ પાસું ગણવું હોય તો સાહિત્યની ઉપલબ્ધતાનું ગણી શકાય. જે તે વિષયના સંશોધકને ઉપયુક્ત સામગ્રી મેળવવી આજે સુકર છે. ઇન્ડોનેશિયા, ઇરાન કે નેપાળ અને તિબેટના જૂના-નવા ગ્રંથાગારોમાંથી કોઈ પુસ્તક-પાનું જોવા મળે એ વિચાર પણ બે-ચાર સો વર્ષ પહેલાં કોઈ કરતું નહિ હોય. આજે એવા વિદેશીય પુસ્તકાલયના પુસ્તકની પ્રતિ, ફોટોકોપી, સીડી થોડા દિવસમાં નહિં તો થોડા મહિનામાં મળી શકે છે. હવે ઇન્ટરનેટ પર કોઈ પ્રાચીન પ્રતિનું યથાતથા વાચન ઘેર બેઠાં થઈ શકે છે. છેલ્લી સદીમાં આવેલું આ પરિવર્તન જૈન સાહિત્યક્ષેત્રને પણ સ્પર્યું અને જૈન સાહિત્ય, આગમ, ઇતિહાસના ક્ષેત્રે પાશ્ચાત્ય શોધકો ઉપરાન્ત ભારતીય વિદ્વાનો દ્વારા પણ મૌલિક અને પાયાના અન્વેષણ/સંશોધન થયાં. જૈન મુનિવર્ગમાંથી અને ગૃહસ્થ વિદ્વર્ગમાંથી એવા એવા વિદ્યોપાસકો નીકળ્યા, જેમણે જાત નીચોવીને તથા જીવન ખર્ચી નાખીને સંપાદિત કે સંશોધિત કરેલા બૃહદ્ ગ્રંથો પ્રગટ કર્યા – એવા ગ્રંથો કે જેમાં લાગેલો પરિશ્રમ આજે કરવો હોય તો કોઈ હા ન પાડે ! આવા વિદ્વાનો દ્વારા અતિ સામાન્ય પ્રકારની કૃતિઓ પણ પ્રકાશમાં આવી. સંશોધન કે પ્રકાશનનો વ્યાપ એટલો વધ્યો છે કે હવે તો ક્યા વિષય પર સંશોધન કે અભ્યાસ કરવા એ પણ એક શોધખોળનો વિષય થઈ પડ્યો છે ! સંશોધિત/સંપાદિત/પ્રકાશિત સાહિત્યની વિપુલતા અને ઉપલબ્ધતા આજે સહજ બની છે તેથી જ પ્રસ્તુત ‘શ્રી ગૃહનિગ્રન્થસ્તુતિમણિમંજૂષા' જેવા આકર ગ્રન્થની કલ્પના કે યોજના થઈ શકે. અઘાવિધ જૈન જ્ઞાનભંડારોમાંથી સ્તોત્ર-સ્તવનાત્મક જે કૃતિઓ વિદ્વાનો દ્વારા સંપાદિત થઈને પ્રકાશ પામી છે, તેનું પ્રમાણ પણ એટલું છે કે ઐતિહાસિક ક્રમયોજનાથી પ્રતિનિધિરૂપ અને મહત્ત્વપૂર્ણ રચનાઓનો સંગ્રહ કરવા જતાં ગ્રંથના એકાધિક ખંડો યોજવા પડ્યા છે. વસ્તુતઃ આ એક વિષય પર એટલી કૃતિઓ છે કે આવું એક મૂલ્યાંકન/સંકલન હવે એક સુસંગત/તાર્કિક પ્રયાસ ગણાય. અને આવો વિચાર ઢાંકી સાહેબ તથા જિતુભાઈ શાહ જેવા વિદ્યાવ્યાસંગીને આવે એ પણ એટલું જ તર્કસમ્મત ગણાય. ‘મંજૂષા’ : અભ્યાસીઓ માટે ખજાનો મહાન્ શ્રમણપુંગવો, ભક્ત-યોગી-જ્ઞાની મુનિઓ તથા પ્રખર વિદ્વાનોના હૃદયાદ્રિમાંથી ફૂટી નીકળેલા ભાવઝરણાઓમાં ડૂબકી લગાવવાનો લાભ આ ‘મંજૂષા’ના માધ્યમે મળે છે, એ તો ખરું જ, ૧૪
SR No.032701
Book TitleBruhad Nirgranth Stutimani Manjusha Part 01
Original Sutra AuthorN/A
AuthorM A Dhaky, Jitendra B Shah
PublisherL D Indology Ahmedabad
Publication Year2017
Total Pages286
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy