SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬ મહિલા મિત્ર મારો આદર્શ એ છે કે સ્ત્રીઓ ભલે પિતાના હિત માટે સ્વતંત્ર રીતે વિચાર કરે, પણ તે વિચારોને કાર્યમાં મૂકવા પુરુષો સાથે હિંમતથી સહકાર કરે તે બંનેને સુખમાં ઘણું વધારો થાય અને મનુષ્ય સમાજ વધારે બળવાન અને તંદુરસ્ત થઈ શકે. ” મહારાણી ચીમનાબાઈ ગાયકવાડ સ્ત્રી કેળવણી પ્રત્યે સોસાઈટીના સંચાલકે શરૂઆતથી ધ્યાન આપતા આવ્યા છે. સોસાઈટી સ્થપાઈ કે તુરત જ પહેલવહેલું કાર્ય કરા કરી એની ખાનગી શાળાને વહિવટ તેના પિતાના હાથમાં લેવાનું કહ્યું હતું. શહેરમાં પ્રથમ કન્યાશાળા કાઢવાને યશ સેસાઇટીને છે અને સોસાઈટીના સંસ્થાપક ફૈબસ સાહેબની પ્રેરણા અને પ્રોત્સાહનથી રાબ. મગનભાઈ કન્યાશાળા નિકળી હતી તેને ઉલ્લેખ બીજા વિભાગમાં કરવામાં આવેલ છે, તેમ તેમાં જણાવેલું છે કે બીજી બે શહેરની જાણીતી કન્યાશાળાએ રણછેડલાલ છોટાલાલ ખાડીયા કન્યાશાળા અને સા. દિવાળીબાઈ કન્યાશાળાનાં ફંડ અને વહિવટ સોસાઈટી પાસે છે અને તે બંને સંસ્થાના મુખ્ય સંચાલક અને ઍન. સેક્રેટરી લેડી વિદ્યાબહેન નીલકંઠ છે, જેમની પાસે રા. બા. મગનભાઈ કન્યાશાળાને (હાલનાં એ.વી. સ્કુલ) ચાર્જ પણ છે. સેસાઇટીએ માત્ર કન્યાશાળાઓને વહિવટ કરીને સંતોષ માને નથી. સ્ત્રી ઉપયોગી વાચન સાહિત્ય પુરું પાડવા તેને ૮ ટ્રસ્ટ ફંડે આશરે રૂ.૨૦૦૦૦નાં મળેલાં છે, જેનાં વ્યાજમાંથી વખતેવખત વિધવિધ વિષયેપર પુસ્તકે છપાવવામાં આવે છે, અને તે ઉપયોગી સ્ત્રી વાંચન પુરું પાડે છે. તે સિવાય તેના હસ્તક સ. લક્ષ્મીબાઈ સ્ત્રી પુસ્તકાલય છે, તેમાંથી પુસ્તકે સ્ત્રીઓને છૂટથી વાંચવા અપાય છે અને છોકરીઓને ઈનામે અને સ્કોલરશિપ આપવાનાં ટ્રસ્ટ ફંડે તે તેને મોટી સંખ્યામાં મળેલાં છે. - પરંતુ સેસાઇટીને કાર્યવાહકને સ્ત્રી કેળવણીનું કામ કરતા માલુમ પડયું કે હિન્દુ બાળાઓ સમાજ બંધનને કારણે બાર તેર વર્ષની વયે પહોંચતા શાળાને અભ્યાસ છોડી દે છે. એવી બાળાઓ વધુ અભ્યાસ
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy