SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ - આપણુ તે કાળની સામાજિક સ્થિતિનું વર્ણન એમણે જે નાટકે લખેલાં છે, તેમાંથી જોવા મળે છે. પણ અમને એમની “મારા અનુભવોની નોંધ” એ ચોપડી ખાસ ગમી છે. તેમાં ભાઈશંકરભાઈએ જત વિતક વર્ણવેલાં છે, અને જીવનમાં પ્રવેશ કરનારને એ અનુભવ ને જ્ઞાન, ઉપગી, માર્ગદર્શક અને સહાયકત થઈ પડશે એવું અમારું નમ્રપણે માનવું છે. એમને પહેલે પ્રસંગ આપીશું સંવત ૧૯૧૨ની સાલમાં ભારી ૧૧ વર્ષની ઉંમર પૂરી થતાં બારમાં વર્ષની શરૂઆત થઈ ત્યારે હું અમદાવાદથી પાંચ ગાઉ દૂર મારા જન્મ સ્થળ ભૂવાલડી નામના ગામમાં ગુજરાતી નિશાળે અભ્યાસ કરી મારા પૂજ્ય કાકા ઘનશ્યામ ભટ્ટ કે જે મારા પિતાથી મોટા હોવાને લીધે હું બાપા કહેતું હતુંતેમની પાસેથી સંધ્યા તથા શિવપૂજન આદિ થોડુંક ધમ સંબંધી જ્ઞાન મેળવી સરકારી નિશાળે અભ્યાસ કરવા અમદાવાદ આવ્યો. આ સમયે મારા કુટુંબની દરિદ્ર અવસ્થા જોઈ મને વારંવાર ચિંતા થતી. તથા ઉદાસીનતા છવાઈ રહેતી. એક સમયે તે સંબંધી ઉગાર મારી ઈચ્છા નહિ છતાં પણ, રા. રા. લાલભાઈ રૂપરામ કે જે સુરત નોરમલ (ટ્રનગ) સ્કુલમાંથી પાસ થયેલા મુખ્ય મહેતાજી હતા અને પાછળથી ડેપ્યુટી એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટરની પદવીએ પહોંચ્યા હતા, તેમના સાંભળવામાં આવતાં તેમણે મને જે બોધ આપે હતું તે મને અતિ ઉપયોગી લાગવાથી મેં તેંધી લીધું હતું. જેમ જેમ હું મોટો થઈ સંસારની ઘટનામાં પરેવાતા ગયે અને અનુભવ મેળવતે ગમે તેમ તેમ મને ખાત્રી થઈ કે, “મારા મહેતાજીને ઉપદેશ બહુ ઉપયોગી છે,' તે નીચે આપું છું. ભાઈ ! તમે હજુ બાળક છે. દુનિયાને અનુભવ લેવા હજુ ઘણું વાર છે. આપણું જે સમયે જેવી સ્થિતિ હોય તે સમયે તેવી સ્થિતિમાં સતેષ માન એ આપણે પ્રથમ ધર્મ છે. પૂર્વ કર્મોને વિચાર નહિ લેતાં ઈશ્વરને દેવ આપ એ ભૂલ છે. પૂર્વ કર્મોને જ સુખ દુઃખના કારણરૂપ જાણે સતેષ ધારનારને સુખ દુઃખના અનુભવના બળથી કેટલોક ઉપશમ મેળવવાની તક મળે છે. દુઃખના સમયમાં આપણા કરતાં વધારે દુઃખવાળાઓને જોઈ, પિતાની સ્થીતિથી શેક નહિ ધર અને સુખના સમયમાં આપણા કરતાં વધારે સુખવાળાને જોઈ હર્ષ નહિ ધરે. તમને તમારા
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy