SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પી. સેલીસીટરના ધંધામાં લાંબુ જીવન વ્યતિત કર્યા પછી કેટલાક કાટુંબિક અને સાંસારિક બનાને લઈને તેઓ પોતાના વતન અમદાવાદમાં આવી વસ્યા, અને બાકીનું આયુષ્ય વાનપ્રસ્થ જીવન તરીકે ગાળવાને નિશ્ચય કર્યો હતે. પણ જેમણે સતત પ્રવૃત્તિમય જીવન વ્યતિત કર્યું હોય અને રાત દિવસ કામ, કામ ને કામ કર્યું હોય તેઓ ભાગ્યેજ શાન્ત બેસી રહી શકે. એટલે એમણે શહેરની મ્યુનિસિપલ અને સાર્વજનિક પ્રવૃત્તિઓમાં રસ લેવા માંડ્યો. સસાઈટીના તેઓ આજીવન સભાસદ હતા અને સોસાઈટીના કાયદાના સલાહકાર તરીકે પણ હરિવલ્લભદાસ વીલ કેસમાં અને ફકીરચંદ લોન પ્રકરણમાં એમણે સંસાઈટીને સારી મદદ કરી હતી, અને યુવાવસ્થામાં એમણે નાટક પણ રચ્યાં હતાં, એ સાહિત્ય શોખને લઈને સોસાઈટી પ્રતિ એમને આકર્ષણ હતું જ. . પરંતુ એમની આસપાસના કેટલાક વિસતિષી અને આપમતલબી મનુષ્યોએ સેસાઇટીના ચાલુ કાર્યવાહકો વિરૂદ્ધ એમના કાન ભંભેરી મૂક્યા હતા, તેથી સોસાઈટીનું તંત્ર એમણે હસ્તગત કર્યા પછી સાઈટીનું વાતાવરણ શાન્ત અને સાહિત્ય પ્રવૃત્તિને સાનુકૂળ અને સહાયભૂત થવું જોઈએ તે રહ્યું ન હતું, અને તે કામ સારું એમને પુરતે અવકાશ પણ ન હતે. સદ્ગત એન. સેક્રેટરી લાલશંકરના સમયમાં સાઈટી તરફથી પ્રસિદ્ધ થયેલ પુસ્તક “ સાઠીનું સાહિત્ય” માં અમુક કોઈ વ્યક્તિની બદનક્ષી થયેલી છે એ પ્રકારને ભાઈશંકર તરફથી વધે લેવામાં આવ્યો હતે પણ એ વાંધામાં કાંઈ મુદ્દો કે વજુદ ન હતાં, એટલે કમિટીને તે સંબંધમાં કાંઈ પગલું લેવું વ્યાજબી લાગ્યું નહોતું. પણ લાલશંકરના અવસાન બાદ રૂ. ૧૦૦૦૦) ની રકમ જે કેવણુ કાર્યમાં ખર્ચવાનું એમણે તેમના વિલમાં જણાવ્યું હતું અને તે કારણે એ વિમાની પોલીસી પિતે સાઇટીના નામ પર ચઢાવેલી હતી તે ચિસા સેસાઇટીના માલિકીના છે, એ પ્રશ્નપર ભાઈશંકરભાઈએ પારકાની શિખવણીથી બીનજરૂરી ખટપટ ઉભી કરી હતી. પાછળથી તેને સંતોષકારક તેડ કાઢવામાં આવ્યું હતું પણ તે સમયથી સેસાયટીની કમિટીના સનાં મન ઉદ્વિગ્ન રહેતાં હતાં.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy