SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ ધરાવવા સંબંધી માનવીઓના ડોળા તરફ, તેમજ કહેવામાં દેવતાઈ અંતરા તરફ શ્રદ્ધા રાખવી નહિ.” યુવકબંધુઓએ આ પુસ્તક અવશ્ય વાંચવું જોઈએ એવો અમારે. અભિપ્રાય છે. એજ લેખકનું બીજું પુસ્તક “યુરોપીય પ્રજાનાં આચરણને ઈતિહાસ' એના પ્રથમ પુસ્તક જેટલું જ પ્રસિદ્ધિ પામેલું છે અને તેને અનુવાદ કાઠિયાવાડી” એ સંજ્ઞાથી ગુજરાતી સાહિત્યમાં પ્રસિદ્ધિ પામેલા પ્રો. નરભેશંકર પ્રાણજીવન દવેએ કરેલું છે; તેમણે વળી સેકસપીઅરના ચાર નાટકોના તરજુમા ગુજરાતીમાં કરેલા છે. ભાવનગર શામળદાસ કોલેજમાં સંસ્કૃતના અધ્યાપક તરીકે પણ તેમની કીર્તિ બહોળી પ્રસરેલી હતી એટલે એ અનુવાદ વિષે વિશેષ કહેવાપણું હોય જ નહિ. વળી લેખકે એક વિદ્વતાભર્યો ઉપોદઘાત ગ્રંથની શરુઆતમાં ઉમેરીને તેનું મૂલ્ય વધાર્યું છે; મૂળ લેખકને એ ગ્રંથ લખવાને ઉદ્દેશ સમજાવતાં તેઓ કહે છેઃ આ ગ્રંથ નીતિશાસ્ત્રને નથી પણ નીતિના ઇતિહાસને છે એ વાત ગ્રંથ વાંચતાં વાંચનારને એની મેળે વિદિત થશે. લેકી પિતે કહે છે તે પ્રમાણે વિષય નો નથી, પણ વિષયની વ્યવસ્થા નવી છે. ઇતિહાસને નીતિના વિકાસક્રમની દૃષ્ટિએ તપાસવાને ઉદ્દેશ એણે રાખ્યો છે.” આ બે ગ્રંથમાંની વસ્તુને અનુસરત અને ચર્ચા છે. બેરી કૃત *[47417 paid sual yadla History of the freedom of Thought એ નામક ગ્રંથ છે; અને તે ગ્રંથનું તાત્પર્ય અમે અનુવાદકના શબ્દમાંજ રજુ કરીશું– પ્રાચીન ગ્રીસમાં અને રેમમાં ચચસ્વાતંત્ર્ય કેવાં જેસમાં હતાં; ત્યારપછી ખ્રિસ્તી ધર્મ રૂપે એક અદષ્ટ, હઠીલી શક્તિ આવી તેણે મનુષ્યનાં મનને કેવી બેડીઓ પહેરાવી; તેના વિચાર પર કેવા અંકુશ મૂક્યા; તેના સવાતંત્રને કેવી નિર્દય રીતે કચડી નાખ્યું; નિર્દોષ સ્વતંત્ર વિચારક તથા ચૂડેલ ગણાતી સ્ત્રીઓ પર ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા અને સામાજિક હિતના એઠાં તળે ધર્મસંસ્થાને કે પારાવાર અને જગતમાં જેટા વિનાને જુલ્મ ગુજાર્યો; બુદ્ધિની ગતિ કુંઠિત કરી નાંખી, સત્યાન્વેષણના એકજ અમોઘ સાધનરૂપ મનાતા ચર્ચાસ્વાતંત્ર્યને કચડી નાખી, સત્યની સંહિતાનાં સલીલને પ્રગતિના સાગર પ્રત્યે સતત ઉછાળા મારતાં અટકાવી તેને સૂકવી; સંકુચિત કરી રૂઢ
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy