________________
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી પાસે કેળવણી વિષયક, તેમજ સાહિત્ય વિષયક ટ્રસ્ટ ફંડ પુષ્કળી છે અને હજી હરહમેશ નવાં આવ્યું જાય છે, તે એ સંસ્થાનું સદ્ધરપણું, તેની પ્રતિષ્ઠા તથા કપ્રિયતાનાં સૂચક છે. ગુજરાતમાં ઘણું લોકે કેળવણુ માટે દાન આપવાનું મહત્ત્વ હવે સમજ્યા છે, અને માત્ર શ્રીમંત જ નહીં પણ મધ્યમ વર્ગના લોક પણ યથાશક્તિ આ દિશામાં દાન કરતા થયા છે એની નેંધ લેવા સાથે દાનશીલ સજજનોને અમારી બે વિનંતિ છે. એક તે હવે એ દાનનું ક્ષેત્ર માત્ર જ્ઞાતિનાં બાળકો માટે સંકુચિત ન રાખતાં, લાયક અને સાધનહીન સર્વ વિદ્યાર્થીઓને લાભ મળે તેવી ગોઠવણ કરવાનો સમય આવી લાગ્યો છે, તે લક્ષમાં લે. બીજી એ છે કે દિન પર દિન સ્ત્રી શિક્ષણનો પ્રચાર થાય છે તેમ કન્યાઓને માટે સ્વૈલરશીપની જરૂરીઆત જણાય છે તે ધ્યાનમાં રાખી કન્યાઓ માટે પણ શિષ્યવૃત્તિઓ સ્થાપે.
એંસીથી વધારે વર્ષ થયાં શુભ નિષ્ઠાથી કામ કરનારી સંસ્થા સંવર્ધિત થઈ પિતાનો ઈતિહાસ-જે તેની પ્રગતિનું દિગ્દર્શન કરાવે છેપ્રકટ કરે તે ખરેખર સંતોષજનક છે. છેલ્લાં લગભગ પચીસ વર્ષથી તેના આસિસ્ટન્ટ સેક્રેટરીએ સંસ્થાની તરફ નિસીમ પ્રેમ રાખી તેનું હિત હૈયે રાખી જે મુગી સેવા કરી રહ્યા છે તેનો ઉલ્લેખ ન કરું તો ખરેખર તેમને અન્યાય થાય. આ વિભાગમાં જે એક પ્રકરણ મને નથી ગમ્યું તે પણ સ્પષ્ટ કરી દઉં. મારા પિતાને લગતું પ્રકરણ, રા. ભાઈ પારેખે મુક્યું છે, જેમાં હું ખુશામદ બીલકુલ જોતી નથી, માત્ર એમને સદ્દભાવ અને મારી તરફનું મમત્વ છે. પરંતુ એક વ્યક્તિની ઘણી નજીક હોઈ એ આબત ભવિષ્યના કોઈ સમય પર રાખી હોત તે વધારે ઠીક પડત.
ગુજરાત વર્નાક્યુલર સોસાઈટી સદા આગળ વધતી રહે એ શુભેચ્છા અસ્થાને નહીં ગણાય.
વિદ્યાબહેન ર, નીલકંઠ