SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ (મહાભારતની સમાલોચના) Epic India (હિન્દને વિયુગ) એ ત્રણ પુસ્તકે પ્રસિદ્ધ કર્યું તે પછી તે પ્રતિ લોકમાનસમાં બહેળે ફેરફાર થવા પામ્યો છે અને વધુમાં હિન્દના પ્રાચીન ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રતિ લક્ષ જઈને, પાઠશાળામાં તેને અભ્યાસ થવા લાગતાં, એ પુસ્તકોનું મહત્વ અને મૂલ્ય વિદ્વ૬ વર્ગમાં સ્વીકારાયાં છે, અને તેના પરિણામે એ પુસ્તકનું પઠનપાઠન પણ આજે શિક્ષિત તેમજ સામાન્ય વર્ગમાં વધ્યું છે, અને એ બદલાયેલી અને દશાને લઇને ભાંડારકર રીસર્ચ ઈન્સ્ટીટયુટે મહાભારતની એક શુદ્ધ અને વિવેચનાત્મક (critical) આવૃત્તિ શાસ્ત્રીય ધોરણે બહાર પાડવાનું કામ થોડા સમયથી આરંભ્ય છે. એ ત્રણ પુસ્તક, ઉપર જણાવ્યું તેમ, શિક્ષિત વર્ગમાં બહુ આદર પામ્યા હતાં અને સોસાઈટીએ પણ તે પુસ્તકને ગુજરાતી તરજુમો કરાવવામાં વિલંબ કર્યો નહતો. સંજોગવસાત એ પકીનું “મહાભારતની સમાલોચના એકજ પુસ્તક પ્રસિદ્ધ થવા પામ્યું છે. અને તે અનુવાદ સારા નસીબે સંસ્કૃતના સારા અભ્યાસી અને વળી સિદ્ધહસ્ત લેખક શ્રીયુત મોહનલાલ દવેએ કર્યો છે. જેઓએ એમનાં “લેન્ડરના કાલ્પનિક સંવાદ ” એ પુસ્તક વાંચ્યા હશે તેમને એમના અનુવાદની ખૂબી લક્ષમાં આવ્યા વિના નહિ રહે. ગુજરાતી સાહિત્ય એ પુસ્તકથી સમૃદ્ધ થયેલું છે, એમ અમે કહીશું. - જો કે આ સાહિત્ય પુસ્તક હતું તે પણ તેનું નિરીક્ષણ અને વિવેચન ઐતિહાસિક ધોરણે કરવામાં આવ્યું હતું. હિન્દના ઇતિહાસમાં વિદેશીઓના હુમલા પરાપૂર્વથી આપણું ધ્યાન ખેંચે છે. ઈસ્વી સન પૂર્વેથી તે શરૂ થાય છે, મુસલમાનનાં આગમન પછીથી તે ઓછા થયા હતા; જો કે આજ પણ અંગ્રેજી હાકેમ છક કહે છે કે બ્રિટિશ હિન્દ પરને અખિયાર ખેંચી લેવામાં આવે તે સરહદ પર વસતી જાતે જરૂર હિન્દ પર ઉતરી આવે; અને દેશને તારાજ કરે; પણ એ જુદો પ્રશ્ન છે. ગ્રીક, પાર્થિયન, શક, યુએઝી, દૂણ વગેરે જાતિઓએ હિન્દ પર આક્રમણ કર્યું તેમાં પણ દૂણુ પ્રજા તેના અત્યાચાર અને સિતમ માટે જાણીતી હતી. છઠ્ઠા સકામાં ઉત્તર હિન્દમાં એમણે જબરે અડગે જમાવ્યો હતે. અને મહા મુસિબતે માળવાના રાજા યશોવર્મને અન્ય હિન્દુ રાજાઓની સહાયતા લઈને પ્રણોને હરાવી અહિંથી હાંકી કાઢયા હતા.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy