________________
૩પ
ખતિમાને તરજુમ થયેલે હેવાથી તુરત બીજો ભાગ હાથમાં લીધું અને તેના તરજુમાનું કામ ફારસીના સારા અભ્યાસી આપણું જાણતા વિદ્વાન દી. બા. કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરીને સેપ્યું; જે એમણે ઇતિહાસના પ્રેમ ખાતર, સેવાવૃત્તિથી સ્વીકાર્યું હતું.
* અરાઠમા સૈકાના ગુજરાતના ઇતિહાસ પર આ પુસ્તક બહુ સારે પ્રકાશ પાડે છે અને તેનું પ્રકાશન, ખરેખર મહત્વનું છે.
હિંદને પ્રાચીન ઈતિહાસ ક્રમસર અને સળંગ લખવાનું માન સ્વર્ગસ્થ વિન્સેન્ટ સ્મિથને પ્રાપ્ત થયેલું છે, જો કે ડે. સર રામકૃષ્ણ ભાંડારકરે તે પહેલાં તેની રૂપરેખા મુંબાઈ એશિયાટિક સોસાઈટીના જર્નલમાં દોરી હતી. સ્મિથના પુસ્તકની ચાર આવૃત્તિઓ થયેલી છે; અને ચોથી આવૃત્તિ એમના મૃત્યુ બાદ મુંબાઈના માજી સિવિલિયન એડવર્ડસના તંત્રીપદ હેઠળ પ્રસિદ્ધ થઈ હતી. એ આવૃત્તિને તરજુમે સોસાઈટીએ ભરૂચના જાણીતા સમાજ સેવક અને કેળવણુ નિષ્ણાત શ્રીયુત છોટાલાલ બાળકૃષ્ણ પુરાણ પાસે તૈયાર કરાવી તેને પ્રથમ ભાગ બહાર પાડેલો છે. બીજા ભાગનું લખાણ મળી ગયેલું છે અને તે નજદિકમાં પ્રસિદ્ધ થનાર છે.
હિન્દના ઇતિહાસ પર પ્રસ્તુત પુસ્તક લખાયા પછી ચાર પાંચ ગ્રંશે લખાયા છે, તે પણ એ સર્વેમાં સ્મિથનું પુસ્તક તેનું ઉંચું સ્થાન હજી સાચવી રહ્યું છે અને સાઈટીએ આ પુસ્તકને તરજુમો પ્રસિદ્ધ કરીને ગુજરાતી જનતાની સુંદર સેવા કરી છે, એમ કહેવું વધારે પડતું નથી.
આ પુસ્તકમાં મુસ્લિમેનું આગમન થયું ત્યાં સુધી ઇતિહાસ આપે છે.
તે પછીને ઇતિહાસ, હિંદમાં મુસ્લિમ રાજ્ય સ્થપાયું ત્યારથી તે સન ૧૭૭૩ માં હેસ્ટિંગ્સને રેગ્યુલેટિંગ એકટ પસાર થયો, એ સમયને સમગ્ર ઈતિહાસ સરદેસાઈ ત ત્રણ ગ્રંથે, મુસલમાની રિયાસત, મરાઠી રિયાસત અને બ્રિટિશ રિયાસતમાં આવી જાય છે, અને એ ત્રણે મરાઠી પુસ્તકનાં તરજુમા સેસાઈકીએ છપાવેલા છે. | મુસલમાની રિયાસતમાં ઇસ્લામના ઉગમથી શરૂઆત કરી હિંદમાં મેગલ સામ્રાજ્યની પડતી થઈ ત્યાં સુધી સવિસ્તર અને સલંગ ઇતિહાસ રસિક રીતે વર્ણવેલો છે.
મરાઠી રિયાસતમાં તેને આરંભ મહાન શિવાજીના ઉદયથી થાય છે, જે છત્રપતિ હાના શિવાજી સુધી આવીને અટકે છે. તે પછીને મરાઠી