SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ 1. એટલું જ નિહ પણ એક રેકરન્સ પુસ્તક તરીકે સાહિત્યના અભ્યાસીઓને તે બહુ ઉપકારક ગ્રંચ થઈ પડશે. વિજ્ઞાનની પરિભાષાના પ્રશ્ન લેખક અને વાંચકને લાંબા કાળથી મુંઝવે છે. સાહિત્ય, ઇતિહાસ, અર્થશાસ્ત્ર, માનસશાસ્ત્ર, તત્વજ્ઞાન વગેરે વિષયામાં આવતા ઈંગ્રેજી શબ્દોના અર્થ ગુજરાતીમાં ઉતારવાનું કાય એછી વિટંબણાભર્યું નથી. જુદા જુદા લેખકોએ, પ્રસંગાપાત્ લેખ લખતા જે અધરા શબ્દો માલુમ પડેલા તેના અવાહક પર્યાય શબ્દો ચાલા; અને તેમાંનાં થાડાક ચલણી સિક્કાની પેઠે ગ્રાહ્ય થઇ પ્રચારમાં પણ આવ્યા છે. જ્યારે કેટલાક અણુવપરાયલા લખાણમાં ઢંકાઈ રહ્યા છે. શ્રીયુત વિશ્વનાથ મગનલાલ ભટ્ટ ઑનસ ગ્રેજ્યુએટ છે; ઇંગ્રેજી અને ગુજરાતી સાહિત્યના સારા અને મા`િક અભ્યાસી છે, અને આપણું ગદ્ય સાહિત્ય બહુ ઝીણઅને વિવેચકની દૃષ્ટિએ વાંચ્યું વિચાર્યું છે, તેમને એ વાચન દરમિયાન જે જે ઈંગ્રેજી શબ્દોના અર્થ ગુજરાતીમાં નવા વપરાયલા જોવામાં આવ્યા તેની તેાંધ કરી, નમુના દાખલ કેટલાક શબ્દો “ વસન્ત'માં પ્રસિદ્દ થવા મેાકલ્યા હતા. એ લેખ પ્રસિદ્ધ થતા, એ શબ્દ સગ્રહની ઉપયેાગતા તરફ સીનું લક્ષ ગયું હતું અને તંત્રી મહાશયે પણ તેની અગત્ય પર ભાર મૂક્યા હતા. તે શબ્દ સ ંગ્રહ સાસાઈટીએ પ્રગટ કરવા જોઇએ એવા વિચાર સ્ફુરી આવતા અમે શ્રીયુત વિશ્વનાથને તે સંગ્રહ સે!સાઇટી પર માકલી આપવા સૂચના કરી અને કમિટી સમક્ષ તે કામ રજુ થતાં, તે મ ંગ્રહ પુસ્તકરૂપે છપાવવાના નિર્ણય થયા હતા.+ શ્રીયુત વિશ્વનાથે એ કાશની પ્રસ્તાવનામાં આ પ્રકારના કાશ વિષે ચિંતનભર્યું વિવેચન કર્યું છે, તેમાંથી સદરહુ કાશની સંકલના પુરતા ભાગ અહીં ઉતારીએ છીએ.— . + વૈજ્ઞાનિક પારિભાષિક રાશના પ્રારંભ આપણે અહિં પહેલવહેલે સ્વર્ગસ્થ પ્રા. ત્રિભુવનદાસ કલ્યાણદાસ ગજ્જરે તે સમયે વારા કલાજીવનના પ્રિન્સિપાલ હતા-કર્યાં હતા અને તે થાય સારૂં ધણી સાધન સામગ્રી એકઠી કરી હતી. અમારા સાંભળવા પ્રમાણે તે પારિભાષિક કાશની ધિલી લખેલી ચાડીએ ભાષાંતર ખાતાના દફતરમાં પડેલી છે. રાજય તરફથી એક વૈજ્ઞાનિક પારિભાષિક કોશની ખારેક વર્ષ ઉપર બહાર પડયા હતા તેની નવી આવૃત્તિ ઉમરોક્ત લખાણનો ઉપયોગ કરી, સુધારા વધાશ - સહિત બહાર પાડવામાં આવે છે તે ખાસ ઇચ્છવા યેાગ્ય છે.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy