SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ કામ આગળ કરવું તે મા દી. બા. કેશવલાલભાઇએ સરળ અને સ્પષ્ટ કરી મૂક્યા છે. ઉપર જણાવ્યા પ્રમાણે કાશ સુધારણાનું કામ ચાલતું હતું તે સમયે કાલેજમાં એમને ‘ નંદશંકરનું જીવનચરિત્ર' શિખવવાનું ચાલતું હતું. એમાં આવતા ઉર્દુ અને ફારસી શબ્દોના બરાબર અર્થ સમજવા તે પ્રસંગેાપાત્ પ્રેમચંદ રાયચંદ ટ્રેનિંગ ફૅલેજના રીટાયર્ડ શિક્ષક મી. અમીરમી હમદુમી ફારૂકીને ખેલાવતા હતા. સી. ફાકીને શબ્દકોષને શોખ હતો. કેટલાક વખત સુધી ‘ ગુજરાત શાળાપત્ર'માં એમણે ગુજરાતીમાં વપરાતા ફારસી અર્ખ્ખી શબ્દોને સંગ પ્રગટ કર્યો હતેા. દી. બા. કેશવલાલભાઇએ એ વખતે પ અક્ષરનું સંપાદન કાર્ય આર ંભેલું હતું તેથી તેમને અક્ષરવાળા શબ્દો એકઠા કરી આપવાનું સૂચવ્યું; તે સારૂ ટલાક ગુજરાતી પુસ્તકો ફરી વાંચી જવાની એમને ભલામણ કરી અને એ વિષયની ચર્ચામાંથી ક્ારસી અબ્બી ગુજરાતી કોશની યાજનાં ઉદ્દભવી હતી. એ કાશ સાસાઇટીએ બે વિભાગમાં છપાવ્યા હતા. તેમાં મૂળ રાબ્દો આપવા ખાસ કાળજી રખાઈ હતી. ગુજરાતી કોશમાં સુધારણાની પ્રવૃત્તિના અંગે આપણને આમ અનાયાસ એક સારે ફારસી અબ્બી કારા પ્રાપ્ત થયા છે અને તે સેવા સારૂ આપણે ગુજરાતીઓએ મી. ફ્ાીને ઉપકાર માનવાના છે. ગુજરાતી શબ્દકાશનું કામ પૂરું થયું તે વખતે એ કાસની પ્રવૃત્તિ આગળ ચાલુ રાખવા ન કથાકાશ જેવા એક નવા કથાકાશ તૈયાર કરાવવાને વિચાર સાસાઇટીના કાય કતાને સ્ફૂર્યો હતો; અને અભ્યાસીઓ તરફથી એવા એક સારા કાશની માગણી પણ થતી હતી. દી. બા. કેશવલાલભાઈની સલાહ પૂછતાં, એ કાય માં રહેલી મુશ્કેલીઓનો ખ્યાલ આપી, મૂળ સંસ્કૃત સાધનાના શાસ્ત્રીય અને ઐતિહાસિક ધોરણે ઉપયેગ કરી જાણનાર ચેાગ્ય માણસ મળશે કે કેમ એ વિષે એમણે શંકા દર્શાવી, એટલે એ વિષય આગળ વવ્યા નહોતા. દરમિયાન રા. ડાહ્યાભાઇ પીતાંબરદાસ દેરાસરીના હાથમાં ઘણાં વર્ષોપર જોયલા અને વાંચેલા પ્રાચીન ઐતહાસિક કાશ મરાઠીમાં લખેલે આવ્યા; અને તેમને તે ગુજરાતીમાં ઉતારવાનું મન થઇ આવ્યું. શ્રીયુત ડાહ્યાભાઈ બહુશ્રુત વિદ્રાન છે; સારા કવિ છે. એમના - બુલબુલ' કાવ્યે કાને મુગ્ધ કર્યાં નથી ? તેમ એક સાહિત્યકાર તરીકે
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy