SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ર૬પ -લોકન કરતે એક વિવેચનાત્મક લેખ આપણા સુપ્રતિષ્ઠિત માસિક વસન્ત”માં છાપવા મોકલી આપ્યો હતો. તે સમયે સોસાઈટીના વહિવટ પર વર્તમાનપત્રોમાં અવારનવાર ચર્ચાપત્રો પ્રસિદ્ધ થતાં હતાં. આ સર્વની અમારા યુવક માનસ પર અસર થવા પામી હતી. સન ૧૯૦૭માં સ્વર્ગસ્થ ભાઈ ભેગીન્દ્રરાવ મુંબઈ સેવાસદનમાં જોડાતાં સાહિત્યસભાના મંત્રી તરીકે એમની જગાએ અમે નીમાયલા. તેના અંગે આપણું સાહિત્ય પ્રવૃત્તિ પ્રતિ વિશેષ લક્ષ જવા પામ્યું હતું. બીજે વર્ષે બી. એની પરીક્ષા પાસ કરી; કોલેજમાં ફેલોશીપ મળી; એ વર્ષે સેસાઈટીએ તેને હીરક મહોત્સવ ઉજવવાનું ઠરાવ્યું હતું. અમને લાગ્યું કે આપણા પ્રાન્તની, જુની, જામેલી અને સુપ્રતિષ્ઠિત સંસ્થાના કાર્યની આ અવસરે કદર થવી જોઈએ અને એ વિચાર સાહિત્યસભાની મેનેજીંગ કમિટી સમક્ષ રજુ કરી સોસાઈટીને એક માનપત્ર આપવાની વ્યવસ્થા કરી, જેને વૃત્તાન્ત વિભાગ બીજામાં આવી ગયો છે. - આ સમય દરમિયાન સોસાઈટીમાં જોડાવાને અમને વિચાર સરખોએ આવેલે નહિ; તેનું કારણ ગુજરાતી ભાષા સાહિત્ય વિષે અમે બહુ થોડું જાણતા હતા એટલું જ નહિ, પણ તે કાર્ય ઉપાડી લેવાની અમારી અશક્તિ એ પણ મુખ્ય કહેવાય. ઈતિહાસ પ્રતિ પક્ષપાત અને બી. એમાં ઐચ્છિક વિષય તરીકે ઈતિહાસને પસંદ કર્યો હતો, અને ફેલોશીપ મળવાનું નક્કી થતાં એમ. એ.ની પરીક્ષા સારૂ, આગલે વરસે સર ગ્રાન્ડ લી જેકબ યુનિવરસિટિ પ્રાઈઝ-ઇનામ મળ્યું હતું, તેમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રનાં મહેટાં ખર્ચાળ પુસ્તક પણ ખરીદ કર્યા હતાં. પરતુ જે વાતાવરણમાં અમારી પ્રવૃત્તિ થઈ રહી હતી, તેની કોઈ અગમ્ય અસરને લઈને વા કેઈ ગૂઢ બળથી ખેંચાઈને અમે એમ. એની પરીક્ષા સારૂ ઇતિહાસને વિષય લીધેલ પડતો મૂકી, ઈગ્રેજી અને ગુજરાતી એ બે નવા વિષયમાં ઝંપલાવ્યું તે માટે અમારી પૂર્વતૈયારી કાંઈજ નહતી એમ નિશંક કહી શકીએ. એ પરીક્ષામાં નિષ્ફળતા મળી એ ઉપરની હકીકત જોતાં સહજ સમજાશે, પણ એમાં સંતોષ એટલા પૂરત હવે કે તેમાં પાસ થવામાં એકંદર માસમાં ૬ માર્કસને ખૂટકો પડયો હતો, અને ગુજરાતીમાં ૧૦૦ માર્કસ મેળવી શકયા હતા. લોશીપનું વર્ષ પૂરું થતાં કોઈ પણ નોકરીએ લાગી જવું જોઈએ એટલે મુંબાઈમાં સેકન્ડરી ટ્રેનીંગ ટીચર્સ કેલેજમાં દાખલ થવા અરજી કરી; તેમ એવામાં
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy