SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ સેતલવાડ કરી મોકલ્ય, તે બહાર પડે છે, બીજા બે પુસ્તક વિકાર ઓફ વેકફીલ્ડ અને પ્રાઇડ એન્ડ ગ્રેજ્યુડીશ, તે સ્વતંત્ર રીતે ગુજરાતીમાં છપાયાં છે, એમ પછીથી જાણવામાં આવ્યું હતું, પણ સેસાઇટીની મૂળ યોજના તે નિષ્ફળ ગઈ છે એમ સખેદ કહેવું પડશે. સેસાઇટી હસ્તક હાજી મહમદ લેધીઆ નામનું ફંડ છે, તેને ઉદ્દેશ મુસ્લીમ સંસ્કૃતિ, સાહિત્ય, ઇતિહાસ અને સમાજ સુધારા વિષે પુસ્તકે લખાવવાને છે. સ્વર્ગસ્થ બુરાનુદ્દીનમની ભલામણ પરથી સોસાઈટીએ “અયામા”નામનું વાત નું પુસ્તક ઉદુમાંથી રચાવ્યું હતું. તેમાં વિધવા વિવાહનો વિષય ચર્ચવામાં આવ્યો છે. એના લેખક મી. ફારૂકી પ્રસ્તાવનામાં. જણાવે છે: જનાબ ખાનબહાદુર શખુલ ઉલમા મેલવી હાફિજ નજીઅહમદ સાહેબ દહેલવી એલ. એલ. ડી.ના નામથી દરેક કેળવાએલે મુસલમાન સારી પેઠે વાકેફ છે. એઓએ ઉર્દુ ભાષામાં નવેલના રૂપમાં ઘણીક રસિક રીતે મુસલમાનોના ધર્મ સંબંધ હકીકત લખી છે, જે હિંદુસ્તાનના એક છેડાથી બીજા છેડા સુધી હોંસે હસે વંચાય છે. એમાંનાં “તવબતનમૂહ', મોરાતુલ ઉરૂસ” વગેરેએ તે એટલી ખ્યાતિ સંપાદન કરી છે, કે નામદાર સરકારની ઉ૬ શાળાઓમાં ટેકસ્ટ બુક તરીકે તેમનો સ્વીકાર થયો છે. આ અયામનું પુસ્તક પણ એમનું જ રચેલું છે. મુસલમાનમાં વિધવાવિવાહ સશાસ્ત્ર છે. પણ સેંકડો વર્ષથી હિંદુસ્તાનમાં રહેવાથી હિંદુઓના સમાગમના કારણથી મુસલમાનમાં વિધવા વિવાહને ચાલ કેટલેક અંશે બંધ થયા જેવો છે. પણ વિધવાવિવાહની અગત્ય છે તે આ પુસ્તકમાં નવેલ રૂપે સમજાવવામાં આવ્યું છે.' ચાર્લ્સ લેબ લિખિત શેકસપિયરની કથાઓ એ પુસ્તક વિદ્યાથી સનમાં બહુ જાણીતું છે, એ ઢબનું ગ્રીક સાહિત્યમાંના કરૂણરસ પ્રધાન નાટકની કથાનું પુસ્તક અંગ્રેજીમાં લખાયેલું હતું તે અને પ્રેમાનંદનાં આખ્યાનો અને ભાસના નાટકનો સાર ગદ્યમાં લખાવા પેજના કરવામાં આવી હતી, તે પૈકીનું એકજ પુરતક લખાઈને મળ્યું હતું અને તેનું ભાન સ્વર્ગસ્થ લવિંગિકા મહેતાને છે; એક ભાષાંતર ગ્રંથ તરીકે તે ઉંચી કોટિનું છે. અને એક સંસ્કારી બહેનની કૃતિ તરીકે તે વિશેષ આદરપાત્ર છે. - અયામાં. પૃ. ૫.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy