SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ નૈષધ ચરિત્રનો તરજુ કરી આપવાનું કાર્ય સોસાઈટી તરફથી લાંબા સમયથી સંપાયેલું છે, પણ તે લખાઇને હજી સુધી મળ્યું નથી; તેમ ઉપરોક્ત ગ્રંથોની બીજી આવૃત્તિ નવેસર સુધરાવીને તૈયાર કરાવવાને, અમને લાગે છે કે, સમય આવી પહોંચ્યો છે. સંસ્કૃતની જેમ અંગ્રેજીમાંથી સોસાઈટીએ “લેડરના કાલ્પનિક સંવાદો ” એ નામક એક શિષ્ટ ગ્રંથનો તરજુમો કરાવેલો છે અને તે બહુ સુંદર અને રસિક પુસ્તક થયું છે. - ગુજરાતીમાં સંવાદનું સાહિત્ય અલ્પવત છે, અને તેને કાંઈક પરિચય “જ્ઞાનવર્ધક ગ્રંથમાળા” માં પ્રસિદ્ધ થયેલ “સંવાદમાળા” ના પુસ્તકથી થાય છે. એ ધાટીએ આપણે અહિં સંવાદ સાહિત્ય વધુ પ્રમાણમાં લખાય એ ઈચ્છવાયોગ્ય છે અને તેના નમુના તરીકે લેન્ડરનું પુસ્તક માર્ગદર્શક થઈ પડશે. ઈગ્રેજી સાહિત્યમાં “લેન્ડરના કાલ્પનિક સંવાદોનું સ્થાન બહુ ઉંચું તેમ માનભર્યું છે અને તે વિષે ઓફ્રેડ નોઇસે જાણીતા “B0man” માસિકમાં નીચે મુજબ વિવેચન કરેલું છે – “Much of the interest of his “ Imaginary conversations” is due to the fact that he is, over and over again, using his characters as mouthpieces of his own opinions......... Imaginary conversations, must remain as one of the great masterpieces of English prose. આવા એક ઉત્તમ પુસ્તકનો તરજુમો આપણા સાહિત્યના એક પ્રસિદ્ધ વિદ્વાને કર્યો છે, એથી મૂળના રસમાં ક્ષતિ આવી નથી; અને તેનું વાચન મૂળ લખાણ જેવું સ્વાભાવિક અને રસપ્રદ થયું છે. એ પુસ્તક વિષે અભિપ્રાય આપતા સ્વર્ગસ્થ રા. બા. કમળાશંકરે લખ્યું હતું, કે તમારો ગ્રંથ ઘણો સારો થયો છે. ભાષા શિષ્ટ ને સરળ છે. ગુજરાતી વાચક વર્ગને ભાવા અનુકરણીય છે; વિચારો અવકાશ મનન કરવા યોગ્ય છે.” ગુજરાતીમાં ઉત્કૃષ્ટ ભાષાંતરોમાંનું આ એક છે, તેમાં લેખકે મૂળ ગ્રંથકર્તાનું ચરિત્ર ઉમેરીને તેની મહત્તા ઓર વધારી છે. The “Blokman” Nov, 1927.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy