SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ સન ૧૯૧૪-૧૫ માં મ્યુનિસિપલ સ્કુલ બોર્ડમાં તેમને કેટ કરી સભ્ય નિમવામાં આવ્યાં હતાં, સન ૧૯૧૬ માં મહિલા મંડળ સ્થાપવામાં ગં. સ્વ. મહાલક્ષ્મી બહેન સાથે એમણે આગેવાની લીધી હતી; અને યુરોપીય મહાન યુદ્ધ દરમિયાન વિમેનસ વેર રીલીફ ફંડના એક મુખ્ય સભ્ય તરીકે એમની સેવા કિંમતી જણાઈ હતી, આ તેમ જ એમની અન્ય જાહેર પ્રવૃત્તિઓની કદર કરીને સન ૧૯૧૯ માં નામદાર સરકારે વિદ્યાબહેનને એમ. બી. ઇ.નો ઈલ્કાબ આપી વિભૂષિત કર્યા હતાં. સ્ત્રી સમાજમાં તેઓ પ્રથમથી જ બહુ લોકપ્રિય હતાં, અને. ઉપરોકત પ્રસંગ આવી મળતાં લેડીઝ કલબે વિદ્યાબહેનનું જાહેર રીતે સન્માન કરવાને કાર્યક્રમ યો હતો; તે પ્રસંગે એમને નીચે પ્રમાણેનું એક માનપત્ર આપવામાં આવ્યું હતું અ.. વિદ્યાબહેન રમણભાઈ. બી. એ, એમ. બી.ઈ. અમદ્દાવાદ, સુજ્ઞ બહેન આપણુ માયાળુ સરકારે નવા વર્ષની ખુશાલીમાં આપને “મેમ્બર ઓફ ધી બ્રિટિશ એમ્પાયર અર્થાત બ્રિટિશ સામ્રાજ્યનાં સભ્ય, એ માનવંત ઇલકાબ બ છે તેથી અમે સર્વ–અમદાવાદ લેડીઝ કલબની સભાસદ બહેનને અત્યંત આનંદ થયો છે; અત્યાર સુધી સ્ત્રીઓ જાહેર જીવનમાં ભાગ્યે જ આગળ પડી ભાગ લેતી હતી પરંતુ આપે તે દિશામાં પહેલ કરી સારી છાપ પાડી છે અને યશ અને નામના પ્રાપ્ત કર્યો છે; આમ આપને મળેલા માન માટે અમે મગરૂર થઈ આપને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ. | ગુજરાતમાં સ્ત્રી કેળવણીને પ્રચાર નામને હતું અને તેમની ઉંચ કેળવણી માટે બહુ થોડી આશા રખાતી હતી તેવા સમયમાં અજ્ઞાન અને વિરુદ્ધ લોકમતની સામે હિમ્મતપૂર્વક ટક્કર ઝીલી સ્ત્રીઓ માટે યુનિવરસિટીનું ઉંચુ શિક્ષણ લેવાનું દ્વાર આપે ખુલ્લું કર્યું છે, અને આપનાં માનવંતાં બહેન સાથે ગુજરાતમાં પ્રથમ સ્ત્રી ગ્રેજ્યુએટ થવાનું માન આપને જ છે; તે પછી સ્ત્રી ગ્રેજ્યુએટની અને ઉંચી કેલેજિયેટ કેળવણી લેતી બહેનની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે અને આવું સુંદર
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy