________________
૨૨૪ છે કે તેમની પાસે એ વિષય પર પુસ્તક મેળવવા વર્ષ સુધી થોભવું પડે. તેથી પ્રસ્તુત પુસ્તકને ગુજરાતીમાં તરજુમો કરાવી નંખાવવાનો નિર્ણય કર્યો. સારા નસીબે “ચિત્રમય જગત” માસિકના ગુજરાતી આવૃત્તિના તંત્રી, શ્રીયુત સાકરલાલ તુલજાશંકર યાજ્ઞિકે તે પુસ્તક ગુજરાતીમાં લખી આપવાનું માથે લીધું; સન ૧૯૨૫ માં તે બહાર પડયું હતું. તે પુસ્તકની પ્રસ્તાવનામાં અનુવાદકે એ વિષયના સંબંધમાં બે શબ્દો લખ્યા છે તે વિચારણીય હોઈ અહિં તે રજુ કરીએ છીએ
“ગુજરાતી વાચકોની અભિરૂચિ અત્યારે એટલી બધી બેલગામ બની ગઈ છે, મન એટલાં બધાં કમકવત, નવીન અને ગંભીર વિષયનું ગ્રહણ કરવાને નાલાયક કહે કે નાખુશ કિંવા બેદરકાર કહે, બની ગયા છે કે અમુક એક પ્રકારના વાચન સિવાય બીજું કશું નજરે દીઠું ગમતું નથી. પરિણામે અનેક લેખકોને હાથે ખુશીથી કે નાખુશીથી, નવલકથાઓ લખાયા જ કરે છે, પછી તે સારી હોય કે ખરાબ. પરિસ્થિતિ આવી પ્રતિકુળ હોવા છતાં પ્રસ્તુત પુસ્તક જેવા સૂત્ર પદ્ધતિથી લખેલ એક પુસ્તકને ગુજરાતીમાં વધારે કરીને જનસમાજની વાચનની અભિરુચિને જરાક બીજે રસ્તે ચઢાવવાનો પ્રયત્ન મારા હાથે થયો એટલુંજ મને તે સમાધાન ! જનસમાજને એક નયન મનહર ઉદ્યાનનું અસ્પષ્ટ દર્શન કરાવીને તે ઉદ્યાનમાં રપણે સંચરવાની તેનામાં વૃત્તિ ઉત્પન્ન કરવાની અભિલાષાએજ “સૈન્દર્ય અને લલિતકળાને જન્મ આપ્યો.
મૂળ લેખકે ગ્રંથના પ્રથમ ખંડમાં સૌન્દર્યની ભાવનાનું પદ્ધતિસર નિરુપણ કર્યું છે, તેનું વાચન બોધપ્રદ તેમ આનંદદાયક જણાશે. બીજા ખંડમાં કલા અને લાલતકળાને ભેદ બતાવી, જુદા જુદા પ્રકારની લલિતકળાઓ, જેવી કે, પાષાણ શિપ, વાસ્તુ શિલ્પ, સંગીત, ચિત્રકળા, નાટયકળાને ઐતિહાસિક ઘેરણે પરિચય કરાવ્યો છે, તેમાંથી જાણવા જેવી ઘણી માહિતી મળે છે અને આપણું દૃષ્ટિમર્યાદા વિશાળ થાય છે.
કલલિતકળાની પ્રવેશિકા તરીકે આ પુરતક અગત્યનું છે.
આ જ વિષયને ચર્ચનું બીજું એક બંગાળી પુસ્તક બહાર પડેલું અને જે પંકાયું હતું તેને અનુવાદ કરાવવા તે અરસામાં સન્મિત્ર તરફથી સૂચના થઈ અને તે કામ શ્રીયુત મહાશંકર ઇદ્રજીને સાઈટીએ સોંપ્યું હતું.
» “સૌન્દર્ય અને લલિતકળા” પ્રસ્તાવના, પૃ. ૨.