SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦, રૂસો જાપાન યુદ્ધના પરિણામે સમસ્ત સુધરેલી દુનિયાનું લક્ષ જાપાન પ્રતિ ખેંચાયું હતું અને તેણે ટુંક મુદતમાં જે અસાધારણ અને વિસ્મયકારક પ્રગતિ કરેલી છે, તેમાં એની કેળવણી પદ્ધતિએ મેં હિસ્સો આપેલો છે. એ વિષયનું જ્ઞાન આપણા માટે ઉપયોગી છે; અને તે પુસ્તક એવી ખૂબીથી લખાયું છે કે એકલા કેળવણી પ્રશ્નમાં રસ લેનારાઓને જ નહિ પણ સામાન્ય વાચકને પણ તેમાં રસ પડે. એ ખુબી આણવામાં તે પુસ્તકના ભાષાન્તરકારને પણ હિસ્સો છે. આપણે અહિં કેળવણીવિષયક સાહિત્ય ઝાઝું નહિ હોવાથી સોસાઈટીએ યુરોપના કેળવણુકારો અને પાશ્ચાત્ય શિક્ષણ પદ્ધતિઓ વિષે બે પુસ્તક લખાવવાને નિર્ણય કરી, એ વિષયને ન્યાય આપી શકે એવા લેખકોને તે તૈયાર કરી આપવાનું કાર્ય સંપ્યું હતું પણ તે હજુ લખાઈ આવ્યાં નથી. દરમિયાન અંકલેશ્વર મિશન શાળાના એક કાર્યકર્તાએ “How we learn” એ નામનું એક નાનું અંગ્રેજી પુસ્તક સાઇટીને મોકલી આપી તેને ગુજરાતીમાં તરજુમો કરાવવાનું સૂચવ્યું. યુરોપિયન મિશનરીઓએ હિન્દમાં કેળવણીના પ્રચારાર્થે પુષ્કળ અને સંગીન કાર્ય કરેલું છે અને આપણુ પર તેમનું એ ઋણ બહુ મોટું અને ભારે છે. એ લોકો એકલું શિક્ષણ આપીને અટકયા નથી, પણ તે ક્ષેત્રમાં તેઓ હમણાં ખૂબ પ્રયોગો કરી રહેલા છે અને તેના પરિણામો એમણે વિધવિધ પુસ્તકો જેવાં કે Village School in India, Projects in Indian Education, Fourteen Experiments in Rural Education, The Reconstruction of the Curriculum of the Elementary Schools in India–રચીને પ્રજા સમક્ષ ધર્યો છે અને એમની તે સેવા ધન્યવાદને પાત્ર છે. ઉપરાંત How we learn’ એ પુસ્તકને તરજુમે સાઈટીએ “શિક્ષણનું રહય” એ નામે પ્રગટ કર્યો છે, અને તેના અનુવાદક શ્રીયુત નવલરામ જગન્નાથ ત્રિવેદી છે. તેઓ લાલશંકર મહિલા પાઠશાળામાં ઘણાં વર્ષોથી અધ્યાપક છે; એટલું જ નહિ પણ ગુજરાતી સાહિત્યના એક સારા લેખક અને ઉંડા અભ્યાસી તરીકે એમણે પ્રતિષ્ઠા મેળવેલી છે. કેળવણી વિષયમાં રસ લેતા અને ખાસ કરીને શિક્ષકબંધુઓને એ પુસ્તક સાઘન્ત વાંચી જવા અમે ભલામણ કરીશું.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy