SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૦ દી. બ. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ “Of studie took he most cure and most hede Noght o word spake he more than was nede, And that was seyd in forme and reverence, And short & quick, and ful of hy sentence. Sowninge in moral vertue was his speche, And gladly wolde he lerne and gladly teche.” Chaucer's ' Prologue.' દી. બા. કેશવલાલભાઈને સોસાઈટી સાથે સંબંધ લાંબા સમયને છે. છેક સન ૧૮૮૬-૮૭ માં બુદ્ધિપ્રકાશ કમિટીના તેઓ એક સભ્ય નિમાયા હતા અને ટ્રેનિંગ કૉલેજમાં તેઓ શિક્ષક હતા તે વખતે ભાલણ કૃત કાદંબરીનું સંશોધન અને સંપાદન કાર્ય, અન્ય ઉમેદવારને નહિ. આપતાં કમિટીએ એમને સંપ્યું હતું. આમ એમની કારકિર્દીના આરંભથી એક સાક્ષર–man of letters તરીકે એમની ખ્યાતિ બંધાઈ હતી અને તે દિવસે દિવસે વિસ્તરી, એક ન્હાના વિદ્વદ મંડળથી શરૂ થઈને તે છેક વિદ્યાર્થી વર્ગ અને જનસમૂહ સુધી પસરેલી છે. અંગ્રેજી આદ્ય કવિ સરે “કેટરબરી ટેલ્સ” માં એક પંડિત (Clerke) નું વર્ણન કરેલું છે તેમાંથી ઉપર ઉધૂત કરેલી પંક્તિઓ કેશવલાલભાઈને કેટલેક અંશે લાગુ પડી શકશે. જેઓ એમના સમાગમમાં આવેલા છે તેઓ સઘળા સારી પેઠે જાણે છે કે કેશવલાલભાઈ દિવસભર વિદ્યાવ્યાસંગમાં પ્રવૃત્ત રહે છે. ગોટીની શેરીમાં એમના ચોથે માળે કોઈ ને કોઈ સાહિત્ય, ઇતિહાસ, ભાષાશાસ્ત્ર, પૂરાતત્વ, છંદ, વ્યાકરણ, કે શબ્દની વ્યુત્પત્તિમાં તેઓ વિચારનિમગ્ન માલુમ પડશે; અને જે કઈ એમની મુલાકાતે કે વંદન કરવા આવે એમને એમની પાસેથી એ પિકી એકાદ વિષય પર જ્ઞાનગોષ્ટિ સાંભળવાની અમૂલ્ય તક સાંપડશે.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy