SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ વિદ્યાર્થીએ પણ પાઘડી પહેરીને જતા, એવી એક ખ્મી અમે બે છે. હવે તે ટપી સામાન્ય થઇ પડી છે, થાડાકજ પાઘડી પહેરે છે; અને ઉછરતા યુવક વ તા ઉધાડે માથે ફરવાનું પસંદ કરે છે. એજ પ્રમાણે સ્ત્રીઓના એઢવા પહેરવામાં ફરક પડયે છે. તે મર્દાનગીભરી કસરત કરવા અચકાતી નથી, અને કાઇક કોઇક યુવતી તે। સૌભાગ્યનાં ચિહ્ન મનાતાં ચુડી ચાંલ્લાને તિલાંજલિ આપી એક હાથે રીસ્ટ વાચ-કાંડા ઘડીઆળ ધારણ કરે છે; તેમ કુમારિકાઓમાં એમ્ડ હેર-કાપેલા બાબરાની ફેશન દાખલ થવા પામી છે. સામાન્ય કેળવણીના પ્રચાર ધીમે ધીમે વધતા જાય છે; અને તેમાં ખુશી થવા જેવું એ છે કે સ્ત્રીએએએ લાભ સારી સંખ્યામાં લેવા માંડયા છે. સ્ત્રી ગ્રેજ્યુએટની ઝ ંખના કરવી એ અગાઉ આકાશકુસુમવત્ હતું; આજે સેંકડા સ્ત્રી ગ્રેજ્યુએટા મળી આવશે. વધારે આનંદજનક તા એ છે કે સ્ત્રીએ સ્વાતંત્ર્ય મેળવવા માટે ઉત્સુક અનેલી છે. સ્ત્રીઓને મતાધિકાર મળે છે, એટલુંજ નહિ પણ તે મેજીસ્ટ્રેટના હોદ્દા સુદ્ધાં ભોગવવા લાગી છે. પૂર્વે કુમારી સ્ત્રી શેાધવી એ ચદ્ર પકડવા જેવું હતું; અત્યારે સારી સંખ્યામાં એવી આજીવન કુમારિકા વ્રત સેવનારી સ્ત્રીઓ મળશે. સ્ત્રીએ મ્હાટી ઉમ્મરે લગ્ન કરવા લાગી છે, તેની સાથે પસદગી લગ્નની પ્રથા પણ દાખલ થઈ છે અને એ લગ્ન હવે કામ કેમ કે જ્ઞાતિ જ્ઞાતિમાં સમાઇ ન રહેતાં વર્ણાન્તર લગ્નને પણ અવકાશ મળ્યા છે. “ લગ્ન ક્લિનાં કે દેહનાં એ નામના નિબંધની પ્રસ્તાવના લખતાં શ્રીમતી ઇંદુમતિ મહેતા, લગ્ન સંબંધમાં કહે છે, “ લગ્નજીવનના મુખ્ય મુદ્રાલેખ સ્વાતંત્ર્ય હાવા જોઇએ. એ સ્વાતંત્ર્ય છીનવી લેવામાં ઉભયને દુ:ખજ છે. લગ્ન જીવનમાં કાઇ પણ જાતની ફરજ ન હેાવી જોઇએ. એના ઉપર જ પ્રેમની શાશ્વતતાના આધાર છે. જીવનનાં દરેક કાર્ય કરવાની છુટ એટલુંજ નહિ પણ માતૃત્વમાં પણ પત્નીને સંપૂર્ણ સ્વાતંત્ર્ય જોઇએ. સંતતિ ક્યારે અને કેટલી એ સ્ત્રીનેજ નક્કી કરવા દેવું જોઇએ. એક ખીજાનું શરીર તે મંદિર મનાય, અને પરસ્પર સન્માન જળવાય તો લગ્ન જીવન સુખી થઈ શકે. ’ લગ્નના પ્રશ્નમાં પુષ્કળ છૂટ લેવાઇ છે; પહેલાંનાં બંધના તુટવા માંડયાં છે. વિધવાવિવાહ કરનારને હવે હાડમારી વેઠવી પડતી નથી તેમજ સ્ત્રીના મિલ્કત પરના હક્કોના સ્વીકાર થવા લાગ્યા છે. સ્ત્રી જાતિ જેવી પરાધીન સ્થિતિ આપણા મજુર વની પહેલાં હતી,
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy