SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ ગુજરાતી પુસ્તકાલય પરિષદ અમદાવાદ ( તા. ૬ ઠ્ઠી અને તા. ૭ મી મે, ૧લ્હ૪) સ્વાગતનું ભાષણ મે. સર મનુભાઈ સાહેબ, સજજનો અને સન્નારીએ; - અમદાવાદને આંગણે આજ જ્ઞાનપર્વ છે. ગુજરાત વર્નાકયુલર સેસાઇટીએ નિમંત્રેલી આ ગુજરાતની પહેલી પુસ્તકાલય પરિષદમાં આપ સહુ પધાર્યા છે તેમને એ સોસાઇટી તરફથી મારું હાર્દિક સ્વાગત દર્શાવવું એ પ્રથમ ફરજ છે. ગુજરાત વર્નાકયુલર સોસાઈટી એ ગુજરાતમાં જ્ઞાન પ્રચારની નવા જમાનાની જૂનામાં જૂની સંસ્થા છે. લોક સમૂહમાં જ્ઞાનને ફેલા કરવામાં વિવિધ સાધનની યોજના કરવી એ એને મુખ્ય ઉદ્દેશ છે અને એ કામ સ્વભાષાકાર કરવાનું મહત્વને સિદ્ધાંત એના આદ્ય સંચાલકને પૂર્ણપણે સમજાઈ ગયો હતો. પુસ્તક પ્રકાશન, પુસ્તકલેખન, શાળા, વર્તમાનપત્ર, માસિક એ સર્વ જ્ઞાનપ્રચારનાં સાધનો સાથે પુસ્તકાલય પણ જ્ઞાનપ્રચારનું આવશ્યક અંગ હઈ વર્નાક્યુલર સોસાઈટીએ પુસ્તકાલય સ્થાપી આરંભ કરેલો અને પુસ્તકાલય પ્રવૃત્તિને પોષણ આપવા પિતાનાં પ્રકાશનોને લાભ મળી શકે માટે પુસ્તકાલયોને એ સંસ્થાના મેંબર બનાવી દીર્ધદષ્ટિ વાપરી છે એમ સહજ જણાશે. સાડા પાંચસો કે તેથી પણ વધારે પુસ્તકાલયે આ રીતે આ પ્રકાશનનો લાભ લે છે. પુરતકાલય પ્રવૃત્તિને સંગઠિત કરવાની યોજના જે વડોદરા રાજ્ય પહેલ કરીને કરી છે તેવી કોઈ યોજના ગુજરાતમાં થાય એ આશયથી આજ આપ સર્વેને અહીં આમંચ્યા છે. વડોદરામાં આ પ્રવૃત્તિ એક રીતસરના કાયમ સ્વરૂપની થઈ ગઈ છે. વડોદરા રાજ્યને સુભાગ્યે તેને એવા રાજ્યકર્તા મળ્યા છે કે જેમને જ્ઞાનનું બહુ મૂલ્ય છે, પિતાની પ્રજાની જેમને દાઝ છે અને તેની સર્વતોમુખી ઉન્નતિ તેમને હૈયે વસી રહેલી છે. આવા એક આદર્શ નૃપતિની સહાનુભૂતિના સિંચન વડે વડોદરા રાજ્યનું આ પુસ્તકાલય પ્રવૃત્તિનું વૃક્ષ એક મોટા વટવૃક્ષ સરખું બન્યું છે. અને રાજ્યની સહાયતા, પ્રજાનો ઉત્સાહ અને સંગઠ્ઠન વડે જે સુંદર કાર્ય થઈ રહ્યું છે તે અન્યને પ્રેરણું ૫ બને એ સ્વાભાવિક છે. આવી યોજના છુટી છવાઈ પ્રવૃત્તિઓ કરતાં
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy