SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ નવીન બળ આપનારે છે. તે કારણે પુસ્તકોને વાપર અને પ્રચાર કેમ વધુ થાય એ દિશામાં પણ આ નવા મંડળે ચોક્કસ એજના ઘડવી જોઈએ. આ કાર્યમાં એગ્ય લાયકાતવાળા અને સેવાભાવી ગ્રંથપાળની અગત્ય માલુમ પડશે. સામાન્ય માન્યતા એવી છે કે ગ્રંથપાળનું કાર્ય ગમે તે વ્યક્તિ કરી શકે. ચોપડી આપવી લેવી એમાં શું હોટું કાર્ય કરવાનું છે; પણ એ માન્યતા ભૂલભરેલી છે. પુસ્તકોની આપલેમાં ઓછી મહેનત નથી. કયું પુસ્તક કોને અપાયું છે, કયારે અપાયું છે, કેટલી મુદતથી અપાયું છે, પાછું આવ્યું છે કે નહિ એ વગેરે વિગતો તેમજ કેવાં પુસ્તકે વધુ વંચાય છે, કેવાં પુસ્તકની ખાસ માગણી રહે છે, વાચકની જિજ્ઞાસાને સંતોષવા અને પિષવા શું આવશ્યક છે, વગેરે વહિવટી પ્રશ્નને પહોંચી વળવા એકલા અનુભવીજ નહિ પણ એ વિષયમાં રસ લેતા અને ખાસ સેવાભાવી ગ્રંથપાળો જોઈએ અને વિશેષમાં તેમણે એ વિષયનું શાસ્ત્રીય જ્ઞાન થોડું ઘણું મેળવેલું હોવું જોઈએ. પુસ્તકનું પદ્ધતિસર વર્ગીકરણ, પુસ્તકના વિધવિધ વિભાગો, તેની વ્યવસ્થા, પુસ્તકને આપલે વિભાગ, માહિતી ખાતુ, પુસ્તક ખરીદી વગેરે તેના સામાન્ય જ્ઞાનની સાથે તે વિવેકબુદ્ધિ અને ઝીણવટ માગી લે છે. પાશ્ચાત્ય દેશમાં એ પ્રકારનું પુસ્તકાલય શિક્ષણ આપનાર વર્ગો કાઢવામાં આવે છે. વડોદરા રાજ્યમાં પણ એ પ્રથા દાખલ થયેલી છે; અને નવા સ્થપાનાર પુસ્તકાલય પરિષદ મંડળે એ પ્રશ્ન ઉકેલ પડશે. પુસ્તકોને વધુ વપરાશ અને ઉપયોગ થાય તેમ તે પુસ્તકો જલદી ચુંથાઈ જાય છે, ઘસાઈ જાય છે અને ફાટી જવા પામે છે, તે મુશ્કેલી દૂર થવા આપણે અહિં ગુજરાતી પુસ્તકોની પુસ્તકાલય આવૃત્તિઓ નિકળે તે સારૂ થન કર ઘટે છે. સારા સફેદ કાગળપર, સહેલાઈથી વંચાય એવાં સુરેખ અને સુસ્પષ્ટ ટાઈપથી છાપેલાં, પાકા પુંઠાવાળાં પુરતા પ્રકાશકો કાટે તે એનું નિરાકરણ જલદી થાય અને તે સંબંધમાં પુસ્તકાલયનું સંગઠન ઘણું મદદગાર થઈ શકે. અહિં પુસ્તક પ્રકાશનનું કાર્ય આપણે ઇચ્છીએ એવું સુવ્યવસ્થિત, પદ્ધતિસર અને જવાબદારીવાળું બહુ ઘેટું થાય છે. તેના પરિણામે લેખકવર્ગને તેમનાં પુસ્તક પ્રકાશનમાં બહુ શ્રમ પડે છે, એટલું જ નહિ પણ એક પુસ્તક છપાવ્યા પછી તેના વેચાણ માટે એથી વિશેષ જહેમત તેને ઉઠાવવી પડે છે; અને ઘણે ભાગે તેનું સાહસ નુકશાનમાં પરિણમે છે. જે
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy