SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમુખ અને વડોદરા રાજ્યના માછ દીવાન સર મનુભાઈએ મુખ્ય ભાગ લીધે હતે. એ પુસ્તકાલય પ્રવૃત્તિ ઉપાડી લેવા વડેદરા રાજ્ય તરફથી પદ્ધતિસર પગલાં ભરાયાં તે આગમચ તેના એક પ્રજાજન અને તેના કેળવણું ખાતાના એક મુખ્ય શિક્ષક શ્રીયુત મોતીભાઈ અમીને તેનાં બીજ મિત્રમંડળ નામની એક સંસ્થા સ્થાપીને આપણા પ્રાંતમાં ઠેર ઠેર વેર્યા હતાં, અને તે કારણે છેક દક્ષિણના દૂરના ભાગ–મદ્રાસે એમની એ સેવાની કદર હમણાંજ એમને પુસ્તકાલય પ્રવૃત્તિના પિતામહનું બિરદ બક્ષીને કરી છે, એ આપણે ગુજસતીઓને ગર્વ લેવા જેવું છે. સોસાઈટીએ ઉપર જણાવ્યું તેમ ગુજરાતમાં એક પુસ્તકાલય સ્થાપવાની પહેલ કરી હતી તેમ તે, એ પુસ્તકાલય પ્રવૃત્તિને હમેશ મદદ કરતી આવેલી છે અને સાર્વજનિક પુસ્તકાલયને ઉત્તેજન આપવા સારૂ તેણે ઉદાર નીતિ ગ્રહણ કરેલી છે, તેના પરિણામે આજે પ૭૪ સાર્વજનિક પુસ્તકાલય સોસાઈટીમાં રજીસ્ટર લાઈબ્રેરી તરીકે નોંધાયેલા છે. આ સઘળાં પુસ્તકાલયોને રૂ. ૫૦) એક વખતજ એકસામટા ભયથી આજીવન સભાસદના લાભે કાયમ માટે મળે છે. સોસાઈટીને મુખ્ય ઉદ્દેશ ભાષાસાહિત્યની અભિવૃદ્ધિની સાથે કેળવણી અને જ્ઞાનપ્રચારને છે અને તેનું એ ધયેય હેઈને સન ૧૯૦૬માં શ્રીયુત તીભાઈ અમીને એમની નવી મિત્રમંડળની પ્રવૃત્તિને આશ્રય આપવા સાઈટી પાસે માગણી કરી ત્યારે નીચે પ્રમાણે ઠરાવ કરીને સંસાઈટીએ તેને મદદ આપી હતી --- (૧) મિત્રમંડળ પુસ્તકાલયમાંથી જે પુસ્તકાલય રૂ. ૫૦) આપી. સોસાઈટીના નિયમ પ્રમાણે સોસાઈટીમાં રજીસ્ટર થશે, તેને સંસાઈટીએ છપાવેલાં પુસ્તકમાંથી પુસ્તકાલય પસંદ કરે તે રૂ. ૨૫) સુધીની કિસ્મતનાં પુસ્તકો એકી વખતે બક્ષીસ આપવામાં આવશે. ' (૨) મિત્રમંડળ પુસ્તકાલયને “બુદ્ધિપ્રકાશ” આઠ આનાના લવાજમથી આપવામાં આવશે. લવાજમ વર્ષની શરૂઆતમાં અગાઉથી આપશે તેને એ ખાસ લાભ મળશે. (૩) મિત્રમંડળ પુસ્તકાલય સેસાઇટીએ છપાવેલાં પુસ્તકમાંના રૂ. ૨૫) અથવા તે ઉપરાંત્ની કિંમતનાં પુસ્તકે એક્રી વખતે ખરીદશે તે તે અધ કિંમતે આપવામાં આવશે.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy