SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૭ સોસાઈટીનું આગવું મકાન નગરશેઠ હિમાભાઈની ઉદાર સહાયતાથી ઉભું થતાં સોસાઈટીનું કાર્યાલય અને સોસાઈટીનું પુસ્તકાલય એ નવા મકાનમાં લઈ જવામાં આવ્યાં હતાં. તે પછી ઉપરોક્ત પુસ્તકાલયને હિમાભાઈ ઈન્સ્ટીટયુટ એ નામ આપીને, એ સંસ્થા સારી રીતે વધારીને ખીલવી શકાય એ હેતુથી સન ૧૮૫૬ માં તેનો વહિવટ અને કબજે એક એલાયદી કમિટીને સેંપવામાં આવ્યો હતો. તે વખતે “તેની પાસે ૩૧૫૮ પુસ્તક હતાં, રૂ. ૪૫ ની માસિક આવક હતી અને સભાસદની સંખ્યા ૧૭૫ ની હતી.' સોસાઈટીનું આ એક મહત્વનું અંગ આ પ્રમાણે અલગ થયું; તે પણ બુદ્ધિપ્રકાશમાં સમાલોચના અર્થ અને ઉત્તેજન અર્થ સોસાઈટીને લેખક વર્ગ તરફથી ગુજરાતી પુસ્તકે ચાલુ મળતાં રહેતાં અને અવારનવાર ઈગ્રેજી પુસ્તક તરજુમે કરાવવા માટે તેમ રેફરન્સ સારૂ ખરીદ કરવામાં આવતાં; એટલું જ નહિ પણ ગુજરાતી તેમજ સંસ્કૃત હાથપ્રતે મેળવવાને પ્રયત્ન ચાલુ હતે. પચીસ વર્ષના ગાળા પછી સોસાઈટીએ તેના પુસ્તકસંગ્રહનું કેટલેંગ છપાવ્યું હતું, તેમાં પુસ્તકોની સંખ્યા ૧૬૭૦ નોંધેલી છે. ગુજરાતી પુસ્તકનું પ્રકાશન આજના જેવું તે કાળે મેટી સંખ્યામાં થતું નહોતું; અને વચગાળામાં સોસાઈટીના પુસ્તકાલયને સમૃદ્ધ કરવા બહુ દરકાર પણ રખાઈ નહોતી, એમ કેટલાંક મહત્વનાં પુસ્તક એ વર્ષોનાં તેમાં નહિ હોવાથી સમજાય છે અને તેની સંભાળ રાખનાર જવાબદાર ગ્રંથપાળના અભાવે એમાંથી ગુમ થયેલાં પુસ્તકોની સંખ્યા પણ ઘેડી નહોતી. તેમ છતાં પાછળથી સોસાઈટીના પુસ્તક સંગ્રહને બને તેટલું સમૃદ્ધ અને સંપૂર્ણ બનાવવા સતત પ્રયત્ન થતે રહ્યો છે અને તેથી આજે સાઈટીનું પુસ્તકાલય અન્ય કોઈ પુસ્તકાલય કરતાં મોટું માલુમ પડશે, એટલુંજ નહિ પણ ગુજરાતી પુરતક સંગ્રહમાં સર્વોપરિ હેવાને સોસાઈટી દાવો કરી શકે. સન ૧૯૧૧ માં સાઈટીનાં પુસ્તકાલયનું કેટલેંગ, વિષયવાર, કક્કાવાર અને લેખકવાર પ્રસિદ્ધ થયું હતું તેમાં પુસ્તકોની કુલ સંખ્યા ૪૧૮૯ દર્શાવેલી છે. તે પછી નવું કેટલા સન ૧૯૨૧ માં છપાયું તેમાં પુસ્તકની સંખ્યા દેઢી માલુમ પડે છે અને તેમાં વિવિધતા પણું ઘણું જોવામાં આવે છે.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy