________________
૧૬૫
મુદ્રણકલાને અને પત્રપ્રકાશનના ઉદ્યોગ જગત્ ઉપર મેટામાં મોટા ઉપકાર કરે છે, એ નિઃસશય છે. લક્ષાવધિ મનુષ્યેાના જીવનમાં તે વડે સદ્ગુદ્ધિનું, હૃદયવિકાસનું અને આત્માકનું તેજ પ્રકાશે છે; અસંખ્ય કુટુમ્મામાં તે ઉદ્યોગ આન ંદ, પ્રગતિ, અને કલ્યાણનાં સુધા-ઝરણ રેલાવે છે. આપણા દેશમાં આ ઉદ્યાગના પ્રારંભકાળમાં આપના પરલોકવાસી પિતાશ્રી રાવસાહેબ મહીપતરામ રૂપરામ નીલકં, સૌ. આઇ. છે. એ તે ઉદ્યાગને પ્રીતિપૂર્વક વધાવી તેની અભિવૃદ્ધિમાં અંતઃકરણથી સહાયતા કીધી હતી; અને આપે પણ એમનેજ પગલે ચાલીને સરસ્વતીદેવીના પૂજનમાં, એવા અભિનંદનીય ભાગ લીધા છે કે માતૃભાષા ગુર્જરીની પ્રગતિ —વિકાસ ના ઇતિહાસમાં આપે અચળ સ્થાન પ્રાપ્ત કર્યું છે; તેમજ પુત્રપ્રકાશનના ઉદ્યાગને પણ આપે ‘ જ્ઞાનસુધા 'ના તંત્રી-અમદાવાદનાં ચેાપાનીઆના વિદ્યમાન તંત્રીમાં જૂનામાં જૂના ત ંત્રી–તરીકે અને ગુજરાત વર્નાકયુલર સાસાઇટીનું ઑનરરી મંત્રોત્વ તથા ‘ વસન્ત ’નું તંત્રીત્વ સ્વીકારીને અને છાપખાનાની જૂનામાં જૂની સંસ્થા યુનાઇટેડ પ્રેસ કપનીના ડીરેકટરની મેમાં સામેલ થઇને સાલ્લાસ સહાયતા આપી છે.
આપનાં દેશહિતનાં આ સત્ક્રમોંની ઉપયેાગિતાને નામદાર સર કાર સ્વીકાર કરીને આપને “રાવમહાદુર નું માનવંત પ૬ તથા ના. મુંબઇ સરકારની ધારાસભાના સભાસદ તરીકેનું સન્માનીત સ્થાન આપ્યું છે, તે માટે અમે અમદાવાદનાં સર્વે છાપખાનાંના માલેકા અને માસિક તથા સાપ્તાહિક પત્રાના અધિપતિ અને માલેકા આપને અંતઃકરણપૂર્વક અભિનંદન આપીએ છીએ; અને પરમ દયાળુ પ્રભુ પ્રત્યે અંતઃકરણપૂર્ણાંક પ્રાના કરીએ છીએ કે આપને અધિક સુખ, સંપત્તિ, આરોગ્ય અને દીÜયુષ્ય બક્ષવા તે કૃપાવન્ત થાય, કે જેથી માતૃ-ભાષાની અને સ્વદેશની સેવા આપ વડે દી કાળ પર્યન્ત થયાં કરે.
તથાસ્તુ !
• તા. ૬૦ માહે એપ્રિલ સન ૧૯૩૩.
અમે છીએ આપના ગુણગ્રાહકે સદ્ગુણપૂજા
* બુદ્ધિપ્રકાશ સન ૧૯૧૩, પૃ. ૧૫૮.