________________
આછી જણાવા લાગી તેમાં કેટલાક સંજોગે ભેગા આવી મળતાં પ્રજાની દષ્ટિ સ્વતઃ ઉઘડી ગઈ.
એ સમયે હિન્દને હાકેમ લોર્ડ કર્ઝન હતો. તે એની સાર્વભૌમ સત્તાની રાજનીતિ (Imprialistic Policy )ને ફી ધરાવતું હતું એટલું જ નહિ, પણ સ્વભાવે તુમાખી અને દઢાગ્રહી હત; પિતાનું જ ધાર્યું કરનારો હતે; કોઈને પ્રતિબંધ એને પસંદ પડતે નહિ; અને એવી એની મતલબી નીતિરીતિ અને અહંતાભરી પ્રકૃતિને લઈને હિન્દને એને કારભાર નિષ્ફળ નીવ હતો; અને ઇંગ્લેન્ડમાં પણ પછીથી એ નામદાર વિદેશી ખાતાના પ્રધાન તરીકે નિષ્ફળ જવામાં અને ઈંગ્લાંડના વડા પ્રધાનનું પદ ગુમાવવામાં ઉપલું જ કારણ હતું, એમ હમણાં પ્રસિદ્ધ થયેલ હેરલ્ડ નિકલ્સન રચિત Lord Curzon-the last phase-લોર્ડ કર્ઝન ધી લાસ્ટ ફેઝ એ પુસ્તક વાંચતાં ખાત્રી થાય છે.
કલકત્તા યુનિવરસિટિના ચાનસેલરની ખુરશીએથી એ નામદારે ભાષણ આપતાં હિન્દી પ્રજા પર તે અસત્યપ્રિય છે, એ અઘટિત આક્ષેપ કર્યો હતા, તેથી પ્રજા તેની પ્રતિ પ્રથમ છેડાઈ પડી હતી; તેમજ યુનિવરસિટી સુધારણાને કાયદો પસાર કરીને શિક્ષિત વર્ગમાં એ સાહેબે ભારે અસંતોષ પેદા કર્યો હતો, અને એટલી ઉશ્કેરણું બસ ન હોય એમ બંગાળનાં બે વિભાગ પાડતાં સમસ્ત દેશ ખળભળી ઉઠયો હત; અને સન ૧૯૧૨ માં લોર્ડ હાર્ડિજની ડાહી રાજનીતિને લઇને એ પ્રદેશનું સંધાન થયું ત્યારે ફરી પ્રજામાં શાતિ થવા પામી હતી. એ વર્ષોથી, અહિં નેધવું જોઈએ. કે, રાષ્ટ્રીય હિલચાલ મજબુત બની અને પ્રજામાં ઐક્યની ભાવના દઢ થઈ, જે કે હિન્દી મહાસભાની સ્થાપના છેક સન ૧૮૮૫ થી થઈ હતી.
હિન્દી પ્રજા ઉપરના સંજોગોમાં ઉશ્કેરાયેલી દિશામાં હતી, તેને તે સમયે રૂસો જાપાનીઝ યુદ્ધથી નવું ઉત્તેજન અને પિષણ મળ્યું હતું. સમસ્ત એશિયા ખંડમાં એકજ અવાજ સંભળાઈ રહ્યો હતો કે એશિયા ખંડ એશિયાવાસીઓ માટે છે. એમાં બહારનાને પગપેસારો કે અધિકાર ન જોઈએ. એ વાતાવરણમાંથી આપણે અહીં ઉદ્દામ પક્ષ ઉદ્ભવ્યો હતો અને સુરતની ઐતિહાસિક કેગ્રેસ–મહાસભા તેના એક સીમાચિહનરૂપ છે.
તે પછી સમરત દેશે રાષ્ટ્રીય વિચારોમાં ખૂબ પ્રગતિ કરેલી છે અને પ્રજાની મનોદશા એવી સ્થિતિએ પહોંચેલી છે કે હિન્દને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે સ્વીકારવામાં આવે, અને તેને સંપૂર્ણ સત્તા પ્રાપ્ત થયેજ હિન્દી જનતા સંતોષ પામે એમ છે.