SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ એસોશીએશનના મંત્રી તરીકે બહુ સુંદર કાર્ય કરી બતાવેલું છે, તેઓ શ્રીયુત નરહરિભાઈ કુરૂણારામ દેસાઈએ લખેલું છે, તે લેખ પણ મનનીય છે; એમણે સૂચવેલી મેટરનીટી હોમની યોજના ઉપાડી લેવા જેવી છે. અમદાવાદમાં તેની શરૂઆત થઈ ચૂકી છે, એ ખુશી થવા જેવું છે.” આગળના દિવસોમાં આપણે અહિં ભાંગ, ગાંજો, ચરસ, અફીણ વગેરેને ઉપયોગ બહુ મહેટા પ્રમાણમાં થતું હતું. તે નાબુદ કરવાને તે સમયે એ વિષય પર વ્યાખ્યાન અપાવવામાં આવતાં તેમ નિબંધ લખીને તેનું પ્રચાર કાર્ય કરવામાં આવતું હતું અમદાવાદની જુની અને જાણીતી ન્યુ ઇંગ્લીશ સ્કુલના માજી હેડમાસ્તર શ્રીયુત હરિપ્રસાદ ડાહ્યાભાઈ છત્રપતિએ એ એક નિબંધ સોસાઈટીને લખી આપ્યો હતો અને તે સંગ્રહવા જેવો છે. એમના વડિલ ભાઈ ડે. નીલકંઠરાય આરોગ્યના પ્રશ્નોમાં ખૂબ રસ લેતા હતા એ હકીકત અગાઉ જણાવેલી છે; અને એમની સૂચના અને પિત્સાહનથી તેઓએ આ વિષયને હાથ ધર્યો હતે. વધારે આનંદ આપવા જેવું એ છે કે , નીલકંઠરાયના અવસાન પછી એમની મુંબાઈની જગેને ચાર્જ શ્રીયુત હરિપ્રસાદે શાળામાંથી નિવૃત્ત થયા બાદ સારી રીતે સંભાળી લીધો છે, એટલું જ નહિ પણ અંધોની સેવા અર્થે અને અંધના શિક્ષણ પ્રચાર અર્થે આટલી પાકી વયે એક યુવકની પેઠે મેર તેઓ ઘુમી રહ્યા છે. આપણો ગ્રેજ્યુએટ વર્ગ હાની વયમાં મૃત્યુ પામે છે, એ ફરીઆદ આજની નવી નથી. ગયા સૈકાના છેલ્લા દશકામાં આપણા ગ્રેજ્યુએટ અકાળે મૃત્યુ પામતા જોઈને એ વિષે ઘટતી તપાસ કરવા મુંબાઈની ગ્રેજ્યુએટ એસોસિએશને એક કમિટી પણ નીમી હતી. એજ વિષયને લેફટનન્ટ કર્નલ કાન્તપ્રસાદે એમના પુસ્તકમાં ચર્ચો છે. સદરહુ પુસ્તક અમદાવાદના વતની પણ નોકરી અંગે રંગુનમાં વસતા શ્રીયુત મણિલાલ માધવલાલ પુરાણીના વાચવામાં આવ્યું અને તે એમને એટલું બધું મન વસી ગયું કે લેખકની રજા લઈને તે પુસ્તકનો એમણે ગુજરાતીમાં તરજુમો કરી નાંખે, તે પછી એમણે સોસાઈટીને એ લખાણ મોકલી આપી તે છપાવવાની માગણી કરી, જે કમિટીએ મંજુર રાખી હતી. “શિક્ષિત અને સંતાનનું આરેગ્ય” એ આપણે સૌએ વાંચવું ઘટે છે; લેખકે સાચું જ કહ્યું છે કે – આરોગ્ય એજ બધી આબાદીને પામે છે. સુધરેલા અને શાસ્ત્રીય રણ ઉપર ચાલતા રાજ્યની રંગભૂમિ ઉપર આરોગ્યનું મંડાણ હોવું જ
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy