SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૧ લાઈબ્રેરીની સમૃદ્ધિ-વગેરે ઉપાડી હતી તે સંકેચવી પડે અને તે સલાહભર્યું જણાયું નહિ; તેથી બુદ્ધિપ્રકાશ જેમ ચાલે છે તેમ ગતિમાન રાખવું એવા નિર્ણય પર આવતા. બુદ્ધિપ્રકાસ આજીવન સભાસદે અને રજીસ્ટર પુસ્તકાલયને બક્ષીસ અપાય છે; પણ અમને એમ થતું કે તેનું કદ મેટું કરી તેમાં ચિત્રો દાખલ કરી તેનું વાર્ષિક લવાજમ રૂા. રા કે રૂ. ૩ રાખવામાં આવે, અને સોસાઈટીના સભાસદો તેમજ રજીસ્ટર પુસ્તકાલય, રૂ. ૧થી વધુ કિંમતનાં સાઈટીનાં નવાં પુસ્તક રૂ. ૧ ની ઉપરની કિંમત મજરે આપીને તે પુસ્તક ખરીદ કરે છે, તેમ બુદ્ધિપ્રકાશનું ચાલુ લવાજમ રૂ. ૧ બાદ કરી વધારાની રકમ તેઓ આપવા ખુશો દર્શાવે તો બુદ્ધિપ્રકાશમાં સુધારા વધારા કરવાનું બહુ સુગમ થઈ પડે. એ હેતુથી સોસાઈટીના ધારાધોરણ સુધારાતા અને નવેસર ગોઠવાતા હતા, તેમાં ઉપર મતલબની એક કલમ દાખલ કરવા પ્રયત્ન કર્યો હતે પણ તે સૂચના કમિટીમાં ગ્રાહ્ય થઈ નહિ. એટલે બુદ્ધિપ્રકાશનું કદ વધારવાના કે તેમાં ઘટતા સુધારા કરવાના વિચારથી અમે મુંઝાતા રહેતા. અમારા સન્મિત્ર ડે. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ તે બુદ્ધિપ્રકાશને સે પાનાનું સચિત્ર કરવાને હમેશા દબાણ કરતા અને કારોબારી કમિટીમાં પણ એમના આગ્રહથી બજેટમાં બુદ્ધિપ્રકાશનું કદ વધારવા, તેના ખર્ચમાં રૂ. ૧૦૦૦) ત્રીજે વર્ષે વધુ મંજુર કરવામાં આવ્યા હતા. પણ એ મુશ્કેલી એટલેથી દૂર થાય એમ નહતું, માસિકનું કદ મોટું કરતાં, તે કામને પહોંચી વળવા સારૂ એક મદદનીશ તંત્રી જોઈએ અને તેને પગાર જ આશરે રૂ. ૬૦૦ થી ૯૦૦ થવા જાય; અને લેખકને કંઈક પારિતોષિક અપાય તોજ સારા અને ધાર્યા મુજબ લેબ મેળવી શકાય. આ પરિસ્થિતિમાં એ પ્રશ્નને ઉકેલ થઈ શક્યો નહિ અને બુદ્ધિપ્રકાશ જેમ નીકળતું તેમ પ્રકટ કરવાનું ચાલુ રાખ્યું હતું. તે અરસામાં નડિયાદમાં દશમી સાહિત્ય પરિષદ મળી ત્યાં જાણુતા શારદા માસિકના તંત્રીશ્રી ભાઈશ્રી રાયચુરા સાથે દરેક માસિકનું વ્યક્તિત્વ ખીલે અને દરેક માસિક કાંઈક વિશિષ્ટતા પ્રાપ્ત કરે, એ આશયથી પત્રકારોનું સંગઠ્ઠન કરી અને સહકાર સાધી દરેકને યોગ્ય જે વિષય લખાઈ આવે તે એકબીજા માસિકમાં વહેંચી દેવા; અને તે પ્રશ્ન વિચારવા સારૂ માસિકના તંત્રીઓનું સંમેલન ભરવાનું પણ એમણે સૂચવ્યું હતું.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy