SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ જુએ છે, એ પુરતું જ એનું મૂલ્ય છે. એ નિબંધને ઉપસંહાર એ બહેને નીચે પ્રમાણે કર્યો છે પુરુષોએ કરેલા સુધારા સ્ત્રીની સહાનુભૂતિ વગર નિરર્થક જાય. ઈશ્વરે સ્ત્રીને હદયનું પ્રાધાન્ય આપ્યું છે અને ગૃહાંગણને દીપાવવાનું મહાન કર્તવ્ય સંપ્યું છે તે તેમાં ઈશ્વરદત્ત બુદ્ધિને ઉપયોગ કરી સંતોષ માન જોઈએ. એજ શેખને બદલે સુંદરતા, ફેશનને બદલે શિષ્ટતા ને પ્રતિષ્ઠા, હઠને બદલે પ્રસન્નતા ને આત્મસંતોષ, હરવા ફરવાના શેખને બદલે પરસ્તાન બનાવી ત્યાં શાંતિનું સામ્રાજ્ય સ્થાપવાના કોડને સેવે છે. એક આદર્શ ગૃહિણું આદર્શ ગુરૂમાતા અને કુટુંબ પિપિતાને ભાર સરળતાથી વહી શકે છે. આદર્શ આર્યા ને ગુણસુંદરી જેવી સ્ત્રીને શું અશક્ય છે? વળી સ્ત્રીને આત્મા સુંદરતા, સ્વચ્છતા, સુવ્યવસ્થા, બાળઉછેર, ગૃહવ્યવસ્થા, અને એથી યે વધારે સુધારણ કરવા માટે સજા છે. સંસાર એ ક્રિીડા ભૂમિ નથી પણ એક વિદ્યાલય છે. ગૃહિણીએ પિતાના પતિની હાજરીમાં તેની સહાયક અને ગેરહાજરીમાં તેની સ્થાનાપન્ના બનવા જેટલી તાલીમ લેવી જોઈએ. ભલે આપણે પશ્ચિમાત્ય કેળવણું લઈએ પરંતુ ભારતીય જ્ઞાની બહેનની મહાન કલાનું મંદિર તે “ગૃહ” અને એ કલાને ભક્ત તે “પતિ’ આ બંનેની કલાની તે અધિષ્ઠાત્રી દેવી છે. એ મહાન ભાવનાના કીર્તિધ્વજને વિશુદ્ધતા, પ્રેમ અને ગાશ્ચના ત્રિરંગી રંગે ઝળહળતે ને નિષ્ફટક-નિષ્કલંક ભાવનાના વાયુમાં ફરફરતે રાખવે એ તમામ સ્ત્રીગૃહિણીની ફરજ છેજ. ભારતને નષ્ટ થતે બચાવવાનું એજ મહાન હથીયાર છે. આપણું આદર્શ ગૃહલમાને ભલે પછી તે ગમે તે સ્થિતિમાં હોય છત-ઘરનું કામકાજ તે થોડે ઘણે અંશે કરવું જ પડે છે, ઈશ્વરી કે કુદરતના કાયદા પાળવાથી જ ખરું આરોગ્ય મળી શકે છે, ચારિત્ર્ય વિશુદ્ધજ નીતિનાં તત્ત્વોને સમાવેશ થાય છે અને વિશુદ્ધ પ્રેમ તથા નિર્મળ ભાવનાથી જગતને જીતી શકાય છે. વળી ધારે કે ગૃહલક્ષ્મી પિતે સંપૂર્ણ સમજદાર અને કેળવાએલી હોય અને કદાચ તેના પતિમાં કોઈ જાતના દુર્ગુણ કે સમજફેર હોય તે પણ તેને નિભાવીને કે સમજાવીને તે દૂર કરી શકે છે. ગૃહલક્ષ્મીના ઉત્તમ ગુણો વડેજ ઘરની લક્ષ્મી-સંપત્તિને મોભો જળવાઈ રહે છે. માટેજ
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy