SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ હતી, માતા તરીકે તે માન પામતી અને તેની આશા પળાતી. કેટલીક વખત તેના સંદર્યથી અંજાઈને પુરુષો અંધ પૂજા કરતા, પરંતુ સ્ત્રી જાતિ તરફ તિરસ્કારની દૃષ્ટિથી જોવાનું ભવિષ્યની સ્ત્રી આત્મ જ્ઞાનવાળી બનશે, પિતાના દરજજાનું તેમજ પિતાનાં કર્તવ્યનું એને ભાન રહેશે. માત્ર એનામાં ઉદામ વ્યક્તિત્વવાદ પ્રવેશ ન પામે એટલું આપણે સંભાળવાનું છે. એ વ્યક્તિત્વવાદમાંથી કદાચ લિંગરહિતતા ઉત્પન્ન થાય અથવા નીતિથી શિથિલતા પણ આવે. ભૂતકાળમાં એના ભાવ ઉંડા છતાં સંકુચિત હતા, એની વાણી બહુ બલી અને ગંભીરતા વગરની. ભવિષ્યમાં એની વાચાળતા શિક્ષણને લીધે જતી રહેશે. માત્ર પુરુષની ખુશામત કરનાર તરીકે જીવવાની એ સ્પષ્ટ ના કહેશે. એને પૂરેપૂરો વિકાસ પ્રાપ્ત થશે. સાંદય સત્ય અને પ્રેમથી ભરેલે હિંડળે તે મનુષ્ય જાતિને ઝુલાવશે. માતૃપદ માટે એ ભેગ આપવા તૈયાર રહેશે. છતાં પણ યોગ્ય પ્રસંગે પોતાની બુદ્ધિનું અને માતૃત્વપૂર્ણ હદયનું ધન મનુષ્ય જાતિની સેવામાં અર્પણ કરશે. એબ્રાહમ લિંકને ગુલામે ખાતર આત્મભેગ આપ્યો, પરંતુ હેરિયેટ બીચર સ્ટોએ એનામાં અપ્રતિમ બુદ્ધિ અને દેવી અંશનાં બી રોપ્યાં હતાં. વેશ્યાવૃત્તિ સામે લડત ચલાવવામાં વિલિયમ એડે કેદખાનું અને તિરસ્કાર સહન કર્યા હતાં, પરંતુ તે સાથે જેસફીને બટલરે વિષય વિરૂદ્ધતા સામે યુદ્ધ કર્યું હતું. “પુસીક્રુટ” જોનસન મદ્યપાન નિષેધ માટે આખી દુનિયામાં ફરે છે પરંતુ ફ્રાન્સીસ લેડે એ ચળવળ શરૂ કરવાની પહેલ કરી હતી, રાજપુરૂષો યુદ્ધમાં ઉતરવા તત્પર હતા, પરંતુ બથ ફોન સટનરે પિકાર ઉઠાવી યુદ્ધ સામે વિરોધ કર્યો. વિજ્ઞાનશાસ્ત્રીઓ સેના માટે વિનાશનાં હથિયારો બનાવ્યાં પરંતુ લેડી ઓફ ધ લૅપ (મીસ ફ્લોરેન્સ નાઈન્ટીંગેલ) એણે જ ઘાયલ સિપાઈઓના દુઃખ દૂર કરવાનું માથે લીધું. ભૂતકાળના મહાન જ્ઞાનીઓએ-પ્રાચીન ઇરાનને જરથસ્થ જીસસ ક્રાઈસ્ટ, ગૌતમબુદ્ધ, શ્રીકૃષ્ણ કે મહંમદ પયગમ્બર એ સર્વેએ-મનુષ્યજાતિને એકત્ર કરનાર સહાનુભૂતિની ભાવના જોવાની આશા રાખી હતી. એમના આદર્શો ત્યારેજ ફલીભૂત થશે કે જ્યારે સ્ત્રીઓ યોગ્ય પદ પ્રાપ્ત કરશે અને પિતાના બાળકને રણસંગ્રામની ક્રુર વીરતા નહિ પરંતુ શાંતિને મહિમા, કૌટુંબિક સ્વાર્થમયતા નહિ પરંતુ સામાજિક સહાનુભૂતિ, સંકુચિત દેશભક્તિ નહિ પરંતુ અંતરરાષ્ટ્રીય ન્યાયવૃત્તિ, ધનતૃષ્ણ નહિ પરંતુ જ્ઞાન તૃષ્ણ એ સર્વ શીખવશે. ભૂતકાળમાં માનવજાતિની નિષ્ફળતાનું કારણ માતાઓ તરફથી એગ્ય પ્રોત્સાહન ન મળ્યું છે. જો કોઈ
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy