SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૯ આજ સુધી સ્ત્રી જાતિ પુરૂષ વર્ગને આધારે પડેલી છે અને લગ્નથી એ પરાધીનતા દૃઢીભુત થાય છે એમ વ્યવહારમાં જોવા છતાં લેખક લગ્ન વ્યવસ્થાને અખંડિત રાખવાનું વલણ દર્શાવે છે. લગ્નમાં સ્ત્રી પુરૂષને સંબંધ વિષયથી બને તેટલા મૂક્ત રહે અને ઉચ્ચ સહવાસ અને મૈત્રીનું સ્વરૂપ ધારણ કરે એ લેખકના માટે સદાગ્રહ છે. જેટલી અસમાનતા સ્ત્રી પુરુષમાં મનુષ્યના રીતરીવાજોએ દાખલ કરી છે તે દૂર થાય એ તેની મહચ્છિા છે કારણ કે તેમ થાય તેાજ લગ્નની ઉચ્ચ ભાવના ફળીભૂત થાય. આપણા દેશમાં પણ ઘણાં સ્ત્રી પુરૂષા છે જેમને આપણા સમાજના પ્રશ્નો નિર ંતર લક્ષમાં રહે છે, જેમનાં હૃદયાને સામાજીક અનિષ્ટ હલમચાવી નાંખે છે, જે રાત દિવસ એ સબંધે વિચાર કર્યો કરે છે. તેમને આ પુસ્તક વાંચવાથી ધણા ખુલાસા થશે તેમજ વળી નવી વિચાર શ્રેણીઓ હાથ લાગશે. લેખક આઇએ પોતાના જીવનમાં સ્ત્રી જાતિના પ્રશ્નને શ્રેષ્ઠ સ્થાન આપેલું છે અને વર્ષો પર્યંત તેના અભ્યાસ કરેલો છે. એવા પરિપક્વ અભ્યાસનું આ પુસ્તક ફળ છે તેથી તેના વિચારે એકદમ કાઢી નાંખવા જેવા નથી. એના થાડા ભાગના પણ આપણામાં એ સંબધે અભ્યાસ કર્યો હશે, જે સથા લેખકને સંમત નહિ થતા હેય તે પણ લેખકના મત વિચારપૂર્વક ગ્રહણ કરેલા છે એ સ્વીકારશેજ. એક ધ કૃત્ય જેવી ખંત આગ્રહથી આવા મહત્વના પ્રશ્નનું નિરાકરણ થાય, હૃદયની લાગણીપૂર્વક તે સંબંધે અભિપ્રાય બંધાય, માત્ર acadmic વાદના વિષયની દૃષ્ટિથી નહીં પણ જીવંત સહાનુભૂતિથી સ્ત્રી જાતિ સંબંધે સ્ત્રીએ તેમજ પુરૂષષ તેને લાગતા વિચારાની આપ લે કરે તેાજ વિષયમાં કાઈ કાળે સ્ત્રી જાતિ પેાતાને ષ્ટિ દશાને પામશે. ''* એ છેલ્લાં યુરોપીય મહાયુદ્ધના વિરામ પછી સ્ત્રીઓને મતાાધકાર બક્ષીને ઇંગ્લાંડે તેમની સમાનતા સ્વીકારી છે. તે અગાઉ સ્ત્રીઓએ મીસીસ મેં કહની સરદારી હેઠળ મતાધિકાર પ્રાપ્ત થવા જે લડત જમાવી હતી તેનું સ્મરણ માત્ર પુરતું છે. આ સ્ત્રી સ્વાતંત્ર્ય અને સ્ત્રી મતાધિકારના પ્રશ્નાના અંગે વમાનપત્રામાં પુષ્કળ વાદવિવાદ થતા હતા. એવી એક લેખમાળા સ્ત્રી સ્વાત ત્ર્યની હિમાયત કરતી એક સ્ત્રી ગ્રેજ્યુએટે લખેલી મુંબાઈમાંથી નિકળતાં મીસ સીએના કાર્ય પ્રદેશ પુ.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy