SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ડાહ્યાભાઈ પીતાંબરદાસ દેરાસરી અને શ્રીયુત મણિલાલ છારામ ભટ્ટને સુપરત કર્યું. એ બંને લેખકોની કલમ કસાયેલી તેમ સરલ લેખનશૈલી માટે પ્રસિદ્ધ છે અને એમનાં એ બે પુસ્તકે, જે ટુંક મુદતમાં તૈયાર થયાં હતાં, તે વાચતાં તેની સચોટ છાપ પડશે. શ્રીયુત ડાહ્યાભાઈએ “Our Sailor King'એ પુસ્તકની ભૂમિકા પર અન્ય હકીકત ગુંથીને શહેનશાહ ન્ચાર્જ પંચમનું ચરિત્ર આલેખ્યું હતું, જ્યારે શ્રીયુત મણિલાલ ભટ્ટ કલેમેન્ટ કિન્લોક કુકના પુસ્તકને ઉપયોગ કર્યો હતે. મૂળ લેખક ચરિત્ર ગ્રંથ વિષે બોલતાં જણાવે છેઃ “આ પુસ્તકમાં શહેનશાહબાનુ મેરીના જીવન ચરિત્રની બહુ જ અસંપૂર્ણ પણ ખરેખરી છબી અને ચિતાર આપવાને યત્ન કરવામાં આવ્યા છે. કઈ પણ રીતે આ વૃત્તાંત પૂર્ણ કહેવાય તેવું નથી. જે જીવનચરિત્રને અતિ અગત્યનો ભાગ હજી હવે ભજવવાનો છે એવા મહાન જીવનની આમાં બહુ તે એક દિશા જ દેખાડેલી કહી શકાય.” ર. સા. ભોગીલાલ પ્રાણવલ્લભદાસ સોસાઈટીના એક વખતે ઍની સેક્રેટરી હતા; એટલું જ નહિ પણ ગુજરાત કાઠિયાવાડમાં કેળવણીના બીજ નાંખવામાં એમણે મુખ્ય ભાગ લીધે હતો. એમનું તિલચિત્ર સોસાઈટીના પ્રેમાભાઈ હૈલમાં મૂકવા કમિટીએ ઠરાવ કર્યો હતો, અને તેમની છબી માટે તજવીજ કરતા પ્રો. સાંકળચંદ જેઠાલાલ શાહ સ્વર્ગસ્થનું જીવનચરિત્ર એક મિત્રે લખી રાખેલું તે મેળવી આપવામાં મદદગાર થયા હતા. એ ચરિત્ર વાંચતાં જોઈ શકાશે કે અનાયાસે પ્રાપ્ત થયેલો એ લાભ ખચત્ કિંમતી હતે. એમાંથી પ્રેરણા મેળવવા જેવું ઘણું ઘણું જડશે. જે મુશ્કેલીઓમાં એમણે અભ્યાસ કર્યો તે હકીકત નિરાશ થયેલાઓને પ્રોત્સાહન આપશે. પુરુષાર્થ અને નીતિ શું નથી કરી શકતું તેને તાદસ્ય ચિતાર એમનું જીવન પૂરું પાડે છે અને તેનું વાંચન અચૂક બેધક અને પ્રેરક થઈ પડશે. સદરહુ પુસ્તકનું છપામણી ખર્ચ વર્ગસ્થના ઉપકાર નીચે આવેલા અમદાવાદ જીલ્લાના માજી સરકારી વકીલ રા. બા. ગીરધરલાલ ઉત્તમલાલ પારેખે આપી, સ્વર્ગસ્થ પ્રત્યેનું પિતાનું ઋણ અદા કર્યું હતું, જે રીતિ ગ્રહણ કરવા યોગ્ય છે. મહાન સમ્રાટ અશોક વિષે ગુજરાતીમાં અગાઉ એક નાનું સરખું પુસ્તક, અને તે પણ મરાઠીને અનુવાદ, હતું; પણ સન ૧૯૨૨ માં
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy