SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ છ સાહિત્યમાં સુન્દર ભરતી કરે છે. બીજી આવૃત્તિ કાઢવાનો પ્રસંગ પ્રાપ્ત થયે હેત તે પીટર્સને અનુવાદ ઉપર આધાર રાખી પ્રસ્તુત અનુવાદ કર્યો હતે તે ઉપરાંત, બીજા અનુવાદોના ઉપયોગથી તે ભાષાતરને વધારે સરળ અને સાચું બનાવવાની તેમના દિલની ઉમેદ હતી. હુશેન કૃત “Philosophy of the Upanishads ' એ નામનું ઈગ્રેજી પુસ્તક હિંદી તત્ત્વજ્ઞાનના અભ્યાસીઓને સુપરિચિત છે. ઉપનિષદ પરિચય કરાવતું એક પુસ્તક ગુજરાતીમાં નહિ હોવાથી કમિટીએ તે પુસ્તક ગુજરાતીમાં લખાવવાનું નક્કી કરી છે. મોહનલાલ પાર્વતીશંકર દવેને તે કામ સુપ્રત કર્યું. ‘લેન્ડરના કાલ્પનિક સંવાદો ' ને એમનો અનુવાદ શ્રેષ્ટ જણાય છે. સંસ્કૃત વિષયના તે તેઓ સુરતની સાર્વજનિક કોલેજમાં અધ્યાપક છે અને સાહિત્ય પરિષદની ભંડોળ કમિટી સારૂ એમણે મેકડોનલકૃત “સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ' લખી આપ્યો હતે. કોલેજના રેકાણ અને અસ્વસ્થ પ્રકૃતિના કારણે આજ પર્યત તેઓ એ પુસ્તક તૈયાર કરી શક્યા નથીપરંતુ જ્યારે તેઓ એ પુસ્તક આપશે ત્યારે ખચિત તે એક ઉપયોગી કૃતિ થશે, એવું અમારું માનવું છે. સદરહુ પુરતક મેળવવામાં વિલંબ થયે તેથી દી. બા. નર્મદાશંકરભાઈ અખા કૃત કાવ્ય ભા. ૧ સંપાદિત કરી છૂટકારાને દમ ખાતા હતા તેમને સોસાઈટીએ ઉપનિષદ પર એક સ્વતંત્ર ગ્રંથ લખી આપવાની વિનંતી કરી. તત્વજ્ઞાનના વિષયમાં એમના જેવા સમર્થ અને નિષ્ણાત વિદ્વાન ગુજરાતમાં ગણ્યાગાંઠયા છે; અને જેઓએ એમને ઉપનિષ પર પ્રવચન કરતા સાંભળ્યા છે તેઓ એમના જ્ઞાનથી મુગ્ધ જ થયેલા છે; અને એ કથનમાં અતિશયોક્તિ નથી એમ એમનું “ઉપનિષદ્ વિચારણા' નું પુરતક વાંચનાર કોઈપણના લક્ષમાં સહેજે આવશે લેખકના શબ્દોમાં જણાવીએ તે પ્રસ્તુત ગ્રંથમાં નથી ઉપનિષદનું ભાષાંતર કે નથી ઈગ્રેજી તત્ત્વજ્ઞાનના ઇતિહાસની પદ્ધતિ; પણ તેમાં ઉપનિષદોના બહિરંગ અને અંતરંગની પરીક્ષા કરી તેના પ્રતિપાદ્ય વિષયની સમાલોચના કરવામાં આવી છે. ઉપનિષદની પ્રવેશિકા તરીકે તેનું મૂલ્ય વિશેધ છે; જો કે ઉપનિષ રસાનંદ માણવા સારૂ મૂળ ગ્રંથ-વિવરણ સહિત અવલોક્વા જોઈએઅને તે રસ જિજ્ઞાસા સતેજ કરવામાં દી. બા. નર્મદાશંકરનું પુસ્તક ખરેખર માર્ગસૂચક થઈ પડે છે.
SR No.032697
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1934
Total Pages324
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy