________________
પરિશિષ્ટ ૨
સ્ત્રી શિક્ષણ અભ્યાસક્રમ વિષે વિચાર કરવા માટે નિમાયેલી
કમિટીને રિપિટ સ્ત્રી શિક્ષણ અભ્યાસક્રમ વિષે વિચાર કરવા નિમાયેલી કમિટીની એક સભા તા. ૮ મી સપ્ટેમ્બર ૧૯૨૦ ને બુધવારને રોજ સાંજના પા વાગે સોસાઈટીની ઑફિસમાં મળી હતી, તે વખતે નીચેના સભાસદ હાજર હતા અને નીચે પ્રમાણે ભલામણ કરવા ઠરાવ થયો હતે.
હાજર (૧) રા. બા, રમણભાઈ મહીપતરામ નીલકંઠ (૨) મી. કે. એ, બાલા
(૩) મીસીસ શારદા સુમત મહેતા રા, બા. રમણભાઇને પ્રમુખપદ આપવામાં આવ્યું હતું.
સોસાઈટીએ સ્ત્રી કેળવણી, સ્ત્રીઓના શિક્ષણ માટે ભાષણ અને પરીક્ષાઓની યોજનાઓ દાખલ કરી કેટલું વહેવારૂ કાર્ય તે દિશામાં કરેલું છે અને તે પ્રયાસ બહુધા ફતેહમંદ નિવડ્યો હતે પણ શાળામાં શિખતી છોકરીઓ અગર ઘેર અભ્યાસ કરતી સ્ત્રીઓ તરફથી આવી પરીક્ષા માટેની ઉમેદવારી હવે ઘણુ ઘટી ગઈ છે તેથી આ પરીક્ષા ચાલુ રાખવાની જરૂર નથી, એમ આ કમિટીને લાગે છે. પણ સ્ત્રી કેળવણીની અભિવૃદ્ધિ માટે નવીન માર્ગ ગ્રહણ કરવાનું કમિટીને ગ્ય જણાય છે.
અઢીસે સ્ત્રીઓ આ સંસાઈટીની લાઈફ મેમ્બર છે અને ખાસ સ્ત્રી ઉપયોગી વાચનની તેમના તરફથી ઈચ્છા દર્શાવવામાં આવે છે તેમજ સામાન્ય સ્ત્રીઓ વાંચી શકે એવું ઉપયોગી ઉંચા પ્રકારનું સાહિત્ય પુરૂ પાડવાની જરૂર છે.
તે હેતુથી “મહિલા મિત્ર' એ નામથી વિધવિધ વિષયનું એક વાર્ષિક Annual પુસ્તક આશરે ૧૫ થી ૨૦૦ પાનાનું તે સચિત્ર તૈયાર કરાવી સેસાઇટી તરફથી પ્રસિદ્ધ કરવું અને તે મેમ્બરને અને બુદ્ધિપ્રકાશના ગ્રાહકોને બક્ષીસ આપવું, એવી આ કમિટી ભલામણ કરે છે.