SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ થશે એવો રીપેટ મળતાં, તે તૈયાર કરાવવાનું માંડી વાળ્યું હતું. મુકુંદરાય નિ. મહેતાને “The Advantages and means of diffusing a knowledge of natural Sciences in India " 414011 મુંબઈ યુનિવર્સિટીએ લખાવેલા નિબંધને ગુજરાતીમાં અનુવાદ રૂ. ૨૦૦)નું પારિતોષિક આપીને કરાવ્યો હતે; પણ તે નિબંધનું પછી શું થયું તે વિષે કાંઈ જાણવામાં નથી. રતનલાલ ત્રંબકલાલને હંટર કૃત “ઈડિયન એમ્પાયર 'ભારત સામ્રાજયને અનુવાદ કરી આપવાનું કાર્ય સોંપાયું હતું, તે પણ તૈયાર થઈ આવેલ નહિ. સ્વર્ગસ્થ માણેકલાલ સાકરલાલ દેસાઈએ “જેઈસ કૃત શાસ્ત્રીય સંવાદ ” એ પુસ્તકને અનુવાદ કરી આપે અને તે માટે એમને રૂ. ૬૦૦) નું ઈનામ અપાયું હતું. પણ એમાંના પારિભાષિક શબ્દો અને તેની ભાષાના સંબંધમાં સુધારો થવા લેખક અને સંસાઈટી વચ્ચે લાંબી મુદત સુધી પત્રવ્યવહાર ચાલેલો; અને એ ભાંજગડને કશો નિકાલ નહિ થવાથી એ પુસ્તક પ્રસિદ્ધ થયા વિના પડી રહ્યું હતું. નવાં પુસ્તકો રચાવવામાં આવી આવી મુશ્કેલીઓ ઘણું આવી પડતી; અને તે અટકાવવા વા ઓછી કરવા સન ૧૮૮૨ ની વાર્ષિક સભામાં એ મુદ્દા પર સારી રીતે ઊહાપોહ થયો તેને સાર આ પ્રમાણે હતઃ બે વરસથી જાહેર ખબર આપી ઘણું વિષયો ઉપર નિબંધ લખાવી મંગાવીએ છીએ, પરંતુ તેમાંથી એક પણ નિબંધ ઈનામને લાયક માલમ પડતું નથી; તેનું કારણ એ છે કે ઈનામ ઓછું પડવાથી અથવા મોકલેલો નિબંધ પાસ થશે કે નહિ એવી શંકાથી સારા વિદ્વાન લખનારાઓ એ કામ હાથ ધરતા નથી. તેથી સાધારણ જ્ઞાનવાળા માણસો અપૂર્ણતા ભરેલા નિબંધ લખી મોકલે છે, માટે હવેથી નવા નિબંધેને બદલે વિદ્વાન માણસ પાસે સંસ્કૃત અથવા અંગ્રેજી ભાષાનાં રસીક અને ઉપયોગી પુસ્તકોનાં ભાષાન્તર કરાવી પ્રસિદ્ધ કરવાની ગોઠવણ કરવી પડશે. આ અભિપ્રાયને ટેકે આપતાં રા. રા. રણછોડલાલ છોટાલાલે જણાવ્યું કે ખાનગી બંદોબસ્તથી પુસ્તકે રચાવવાની વ્યવસ્થાપક મંડળીને પરવાનગી આપવી જોઈએ; પછી તેની સરસાઈને માટે બીજા ગૃહસ્થ તરફથી પણ મુકરર કરેલા વિષય માટે નિબંધ કે ભાષાન્તર મંગાવવા જાહેર ખબર પ્રસિદ્ધ કરવામાં આવશે તો પણ કાંઈ હરકત જેવું નથી. સભાએ એ બાબત ખુશી જણાવી.” + ગુ. વ. સેસાઇટીનો રીપોર્ટ, ૧૮૮૧, પૃ. ૧૬. "
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy