SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તે અધ કરવું પડયું હતું. કુશળ છે. સાસાઈટીના તે કામકાજમાં રસ લેતા આવ્યા છે. એક સમર્થ વક્તા છે, તેમ કવિતા રચવામાં જીના સભાસદ છે અને શરૂઆતથી તેના બહુ 66 કેશવલાલ મેાતીલાલ પરીખ તે કપડવણજ પાસે આવેલા કઠલાલ ગામના રહીશ અને જ્ઞાતિએ ખડાયતા વણિક હતા. તેમના જન્મ સન ૧૮૫૩ માં થયેા હતા. અભ્યાસ એક સ્થળે રહીને કરેલેા નહિ, પણ તે માટે જુદે જુદે સ્થળે બહુ કરેલા. સન ૧૮૭૮ માં અમદાવાદ અને ખેડા ઠ્ઠામાં વકીલાત કરવાની એમને સન મળી હતી. હાં શિયારી અને સતત ઉદ્યાગથી અમદાવાદના આગેવાન વકીલામાં એમણે સ્થાન મેળવ્યું હતું અને ઘણીખરી સુધારક અને સાર્વજનિક પ્રવૃત્તિમાં તેઓ મેાખરે માલુમ પડતા. તે વકીલ હોવા છતાં ધંધા-હુન્નર અને સ્વદેશી વસ્તુઓની પ્રવૃત્તિમાં એટલેાજ પ્રેમ ધરાવતા. સાસાટીને “ હિન્દની ઉદ્યોગ સ્થિતિ ” એ નામનું પુસ્તક ઈંગ્રેજીપરથી રચી આપ્યું હતું, તેની નોંધ હવે પછી લેવાશે; પણ એમણે અમદાવાદમાં મેટલ–પતરાનું કારખાનું કાઢીને દેશી કારીગરીના ધંધા સ્થાપવાના અખતરા કર્યાં હતા. તે એમાં નિષ્ફળ નિવડયા, પરંતુ તેમનું એ કારખાનુ અદ્યાપિ ખીજાના હાથમાં નફાકારક રીતે કામ કરી રહ્યું છે. “બુદ્ધિ અને રૂઢિની કથા” એ એમનું પુસ્તક · કદમાં નાનું પણ ગુણમાં મેાટુ’ સાહિત્યરસિકા અને સંસારસુધારકાને આનંદ આપશે. સન ૧૮૮૨ માં હન્દુસ્તાનને માસિ ઍક્ પિને સ્થાનિક સ્વરાજ્યના હક્ક અઠ્યા, એ વિષય જનતાનેં સમજાવવા સે!સાઇટી તરફથી નિબંધ લખવા અરજીઓ મગાવવામાં આવી હતી. તેમાં કેશવલાલના નિબંધ સરસ જણાયા હતા. 6 એ નિબંધમાં સ્થાનિક સ્વરાજ્યને એકટ છેલ્લા પ્રકરણમાં આપ્યા છે અને તેની સરખામણીમાં આપણે અહિં રાજવહિવટ અગાઉ જીના સમયમાં કેવી રીતે થતા તેની વિસ્તૃતઃ માહિતી નેાંધી છે. તેથી તે પુસ્તક શુષ્ક થઈ નહિ પડતાં, રસિક બન્યું છે. એ વિષય પર આજે આપણને પુષ્કળ સાધનસામગ્રી ઉપલબ્ધ છે, પણ તે સમયે લેખકે એ બધી હકીકત શ્રમપૂર્ણાંક અભ્યાસ કરીને એકઠી કરી હતી. સાસાઇટીની મેનેજીંગ કમિટીના તેઓ એક સભ્ય હતા; અને મ્યુનિસિપાલેટીના વાઇસ પ્રેસિડેન્ટના પદ સુધી ચઢયા હતા. એક બાહેાશ વક્રીલ, જાહેર કાર્ય કર્યાં, સંસારસુધારક અને લેખક તરીકે એમની કીતિ બહોળી .હતી. એમના એક ભાઈ જેઠાલાલ પરીખ ઇંગ્લાંડમાં વસ્યા છે; અને
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy