SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ રાયકવાળ જ્ઞાતિ ના વિદ્યા પ્રેમ અને શાસ્ત્રપરાયણતા માટે જાણીતી છે.. - નાગેશ્વરમાં, એ ગુણો સારી રીતે ઉતર્યા હતા, એવી પ્રતીતિ એમના લખે અને ભાષણ વાંચતાં થશે. જુની શાસ્ત્ર પ્રણાલિકાને અંધ શ્રદ્ધાથી વળગી ન રહેતાં, તેઓ નવા વિચાર અને સુધારાને બુદ્ધિપૂર્વક ગ્રહણ કરી તે પ્રમાણે વર્તતા; અને જનતાને પણ તેને બોધ કરતા. બાળલગ્નને ચાલ બંધ પાડવા વિનંતિ-અપીલ કરતાં, પિતાનાદેશબંધુઓને તેઓ સુણાવે છે – ભારતવાસી ભાગિનને ભવ બાળવા, આ નાની વયમાં નરને કરવા કાળો, દેશ ડુબાવવા કારણ કળિયુગ લાવિયે, બૂરે જે આ બાળલગ્નને ચાલજે. ભારતવા૦ ૧. લાડ કરતી લાકડી જે ઉછરે, માટે બેલે માતા રાજી થાય છે; નિવબંધન નાનકડી નથી જાણતી, દુધને દાંતે દીકરીએ રંડાય. ભારતવા. ૨ x x x સરખી વયબ સખીઓને જતી સાસરે, વિધવિધના ધરી શેશીતા શણગારજે, નજરે નિરખી નાનકડી વિધવા પછી, આંખે પડે' અઢળક આંસુ ધારશે.” ભારતવા, * - સ્ત્રીઓ સહેલાઈથી વાંચી શકે એવાં સરલ પુસ્તકની તે જમાનામાં ખાસ માગણી થતી; તે ખેટ પૂરી પાડવાને એમણે બે નામાંકિત સતીઓ સીતા અને દમયંતીનું આખ્યાન ગદ્યમાં લખ્યાં હતાં. એ પુસ્તક ઈનામ અને લાઇબ્રેરી પુસ્તક તરીકે પુષ્કળ જાય છે અને તેની અનેક આવૃત્તિઓ. થવા પામી છે. મણિશંકર પ્રભુરામ-સત્સંગ નિબંધના લેખક વિષે અમે કાંઈ માહિતી મેળવી શક્યા નથી. કચ્છ દરબાર તરફથી સસંગ, દેશાભિમાન, શાર્ય, ધર્ય, સત્ય, મનોવિકાર આશા તથા નિરાશા, કરકસર અને ઉદારતા અને બાળલગ્ન વગેરે વિષય પર નિબંધ મંગાવવામાં આવેલા, તેમાં “સત્સંગ વિષે નિબંધ મણિશંકરને પસંદ થયે હતા. એ નિબંધમાં લેખકે ભર્તુહરિ કૃત નીતિશતકને છૂટથી ઉપયોગ કર્યો છે અને અંતમાં તે વાચકને શિખામણ આપે છે . . . . . . . . .: બાળલગ્નના સંબંધમાં આપણું કભ્ય, p. ૧૬, ; } .
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy