SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પ અંતમાં તેમણે પેટા જ્ઞાતિઓને કાઢી નાંખીને આગળની પેઠે ચાર વણું જ રાખવાની દલીલ કરેલી છે. તેઓ કહે છેઃ 6.6 - દક્ષિણમાં બ્રાહ્મણની એક જ ન્યાત છે. ચાર પાંચ ભેદ છે ખરા પણ તેઓમાં ખાવાના વહેવાર છે એટલુંજ નહિ પણ કન્યાને વહેવાર પણ છે. એ મળાનું કારણ પ્રથમથીજ એક ન્યાત હતી. મુસલમાનનું રાજ્ય થયા હતાં પણ મહારાજા શિવાજીએ ઉત્પન્ન કરેલા ધાભિમાને તેમાં ભેદ પડવા દીધો નહિ, અને ગૂજરાતીઓમાં એવા બહાદુર આગેવાનની અછતને લીધે અનેક ભેદ પડયા અને હજી પણ ટંટા અખાડા થઇ વધતા ભેદ પડતા જાય છે. માટે ભાઇ, તમારાજ પાડેાશી અને તમારાજ પંચ-દ્રાવીડમાંના ભાઇ, દક્ષણીના દાખલા પકડી બ્રાહ્મણની એક ન્યાતઃ આંધા, અને તેમાં કન્યા વહેવાર રાખો. તમારામાંના સર્વે આગગાડીએ એસે છે, મુંબઇ વગેરે સ્થળામાં નળનું પાણી પીએ છે, ઈંગ્રેજી આસડ. પાણી કરે છે, અને ઘણાક સુધારાને અહાને ગમે તેમ વર્તે છે, તેને તમે દોષ ગણતા નથી, અને એક ન્યાત કરવાના દોષ ગણા છે એ કેવા ન્યાય? માટે બ્રાહ્મણની એક ન્યાત, વાણીઆની એક ન્યાત, એમ દરેક જાતની એકેકો ન્યાત કરી કન્યા વહેવાર બધા. પ્રથમ એમ એકજ ન્યાત હતી,. તેને શાસ્ત્રનેા ાધાર છે, અને ધણી ન્યાતા પડી તેને કાંઈ શાસ્ત્રાધાર નથી. ”+ આવી જાતની વ્યવહારૂ અને ઉપયાગી સૂચનાઓથી ભરેલો એમને • સેવિંગ્સ બે ક” વિષેના નિબંધ છે. ખેડુત, કારીગર અને મજુર પૈસાને! સંગ્રહ નહિ કરતા હેાવાથી તે શાહુકારના દેવાદાર થઇને કા ભાગ થઈ પડે છે અને તેના પર કેવી વિપત્તિઓ પડે છે, એ દલીલથી સમજાવવાની. જરૂર નથી. સાને એ વસ્તુસ્થિતિ સુપરિચિત છે. તે અરસામાં સરકારે પોષ્ટ આજ઼ીસ સેવિંગ્સ બેન્કે નવી ખેાલી હતી. તે પૈસાના સંગ્રહ કરવામાં કેવી રીતે સહાયભૂત થઈ પડે તે નિબંધના છેલ્લા ખાંડમાં વિગતવાર સમજાવવામાં આવ્યું છે. એક રોતે સરકાર તરફથી પ્રજાને સેવિંગ્સ બેન્કના લાલ. લેતા કરવા એમણે તે દિશામાં એક પ્રકારનું પ્રચાર કાર્ય કર્યું હતું. નાણાં ધીરધાર કરનારી બેન્કો સ્થપાવાથી પ્રજા અને સરકાર ઉભયને લાભ થશે. એવા અભિપ્રાય એમણે સહકારી હિલચાલના જ્ન્મ થયા નહોતા તે પહેલાં ઉચ્ચારેલા અને હાલની એપરેંટીવ-સહકારી બેન્કો એ વિચારમાંથી + કયી કયી ન્યાતા કન્યાની અછતથી નાના થતી જાય છે, તેનાં કારણેા તથા સુધારા કરવાના ઉપાય વિષે નિબંધ, ' ( પૃ. ૧૧૪.)
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy