________________
“આરેગ્યતા અને સ્વચ્છતા' એ વિષય પરનું એમનું બીજું પુસ્તક એટલુંજ ઉપયોગી અને લોકપ્રિય નિવયું છે અને આજ દિન સુધી કન્યાશાળાઓમાં તે એક પાઠય પુસ્તક તરીકે વંચાય છે, તે એની શ્રેષ્ઠતા સિદ્ધ કરે છે.
: ગુજરાતીમાં વૈદક અને આરોગ્યનું સાહિત્ય, નવાં ઈગ્રેજી ધોરણે ઉભું કરવામાં ડૉ ત્રિભુવનદાસે શરૂઆત કરેલી અને તે માર્ગ ઉપકારક જણાય છે. અનેક દેશી વૈદ્યો એમનું “શારીર અને વૈદ્યક શાસ્ત્ર” નું પુસ્તક હોંશથી વાંચે છે અને છૂટથી તેને ઉપયોગ કરે છે, એ કતી માટે
માનાસ્પદ નથી.
3. નીલકંઠરાય ડાહ્યાભાઈ પણ ડો. ત્રિભુવનદાસની પેઠે અમદાવાદની મેડીકલ સ્કૂલમાં શિક્ષક હતા; એટલું જ નહિ પણ સોસાઈટીના કામકાજમાં તિઓ રસપૂર્વક અને આગળ પડતે ભાગ લેતા. સોસાઈટીના કામોમાં નવા નવા સુધારા દાખલ કરાવવા, તેનું કાર્યક્ષેત્ર વિસ્તારવા, તેની પ્રવૃત્તિને વેગ આપવા, તેમ એ લોકોપયોગી સંસ્થા થઈ પડે એવી રીતે તેઓ કામટીને વખતોવખત સૂચનાઓ લખી મોકલતા. મેનેજીંગ કમિટીના સભ્ય તરીકે તેઓ કેટલીક જવાબદારી અદા કરતા; એટલું જ નહિ પણ તેની સાથે કેફી પદાર્થો વિષે, મદ્યપાન વિષે, આરોગ્ય વિષે જાહેર વ્યાખ્યાને આપીને, તેમ જન ઉપયોગી પુસ્તક લખી આપીને તેઓ સંસાઈટીને બહુ મદદગાર થતા.
લોક સેવાનાં કાર્યો તે વધુ પ્રમાણમાં અને મોટા વિસ્તારમાં કરવાને શક્તિમાન થાય તે આગમચ એમના રત્નરૂપી નેત્રો તેઓ ગુમાવી બેઠા હતા. એમના પર તે જબરી આપદ્ હતી. એ બુદ્ધિશાળી અને વિચક્ષણ પુરુષ પુરા આશાવાદી હતા. એથી ઘેર નિરાશામાં ડુબી નહિ જતાં પ્રભુમાં શ્રદ્ધા રાખી બૈર્ય અને પુરુષાર્થ વડે એ આફતમાંથી એમણે અંધશિક્ષણને માર્ગ શોધી કાઢયે; પણ એટલેથી સંતોષ માની નહિ બેસતાં તે અંધ શિક્ષણને લાભ અન્યને આપવા એક અંધશાળા પિતે બોલી હતી. મુંબાઈમાં વિકટોરિયા સ્કૂલ ફેર ધી બ્લાઈન્ડ સ્થાપવામાં એમને મુખ્ય હાથ હતો; અને મરતાં સુધી તેઓ એ અંધશાળાના પ્રિન્સિપાલ રહ્યા હતા. આવા ઉદ્યોગશીલ, ચારિત્ર્યવાન અને પુણ્યશાળી પુરુષનું જીવન વૃત્તાંત વિગતવાર લખાય તે જરૂર રસભર્યું તેમ બોધદાયક નિવડે..
તેઓ તે બ્રહ્મક્ષત્રિય અને અમદાવાદના વતની હતા. એમના બંધુ