SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ગાંભીર્યાદિ જે ગુણ રહેલા છે તે પુરેપુરા બતાવ્યા વિના ગ્રંથનું માધુર્ય તથા રસ જતો રહે છે. તેમાં નાટક જેવા ગ્રંથમાં રસભંગ થાય એ મોટું દુષણ ગણાય છે. પરંતુ સરકારી કેળવણુ ખાતાના વડા તરફથી પ્રસ્તુત અનુવાદ સર્વ હક સાથે સોસાઈટીને મોકલી અપાયો હતો એટલે કમિટીએ તે પુસ્તક પ્રગટ કરવાનું સ્વીકાર્યું હતું. આસિ. સેક્રેટરીએ તે પુસ્તકની પ્રસ્તાવનામાં ખરું જ કહ્યું હતું, કે “આ ભાષાન્તરનું ભાષાન્તર હોવાથી મૂળ સંસ્કૃત પ્રમાણેજ શબ્દ શો અર્થ આમાં નહિ ઉતર્યો હોય, તો પણ બહુધા સંસ્કૃતને મળતા ભાવાર્થ તે આવી જશે.” એમનું “નીતિ મંદિર' નામક પુસ્તક પણ મરાઠી પરથી લખાયું હતું. તેમાં એ પુસ્તકના નામ પ્રમાણે નીતિબેધક સુત્રો, કો અને વાર્તાઓ, મનુસ્મૃતિ, વિદુરનીતિ અને હિતપદેશમાંથી તારવીને રજુ કરવામાં આવ્યાં હતાં. | સ્વર્ગસ્થ કમળાશંકરે તે વાંચીને લેખકને સંસ્કૃતિનું જ્ઞાન નથી એવી ટીકા કરી, તેના ઉદાહરણ તરીકે એક ભૂલ બતાવી હતી. મૂળ સંસ્કૃત લખાણમાં ૩૫ શબ્દ છે, તેને અર્થ ખારવાળી જમીન થાય. પણ મરાઠી લેખકે તેને અર્થ ખડક કર્યો તેજ ગુજરાતી ભાષાંતરકારે કાયમ રાખ્યો હતે. ચુનીલાલ બાપુજી મોદી, “જો રેવોલ્યુશન'ના લેખક સુરતના વતની અને મિતાળા જ્ઞાતિનું પ્રસિદ્ધ સ્થાન સરસ ગામની સ્કૂલના મહેતા હતા. વિનાયક ડદેવ એક રચિત કેન્ય રેવોલ્યુશનનું મરાઠી પુસ્તક એમના વાંચવામાં આવતાં, ચુનીલાલે તેને તરજુ કર્યો અને સોસાઈટીને તે પ્રસિદ્ધ થવા માટે મોકલી આપે. એ વિષય પર ઈંગ્રેજીમાં વાચકને સેંકડે પુસ્તક મળી આવશે અને હજુ પણ નવાં નવાં પુસ્તકો રચાયે જાય છે, પણ ગુજરાતીમાં આ એકલું પુસ્તક છે અને તે પણ મરાઠીને અનુવાદ છે. ફેન્ચ રેવોલ્યુશને સમગ્ર યુરેપને ઈતિહાસ બદલી કાઢયો છે; બલકે આપણે એમ કહી શકીએ કે જગતના ઈતિહાસમાં ફ્રેન્ચ રેવોલ્યુશને જબરું પરિવર્તન કર્યું છે. આપણા દેશમાં ક્રાંતિ થઈ રહી છે તે સમયમાં રશિયામાં થયેલા ફેરફારની હકીકત સાથે પૂર્વે કાન્સમાં જે બનાવ બન્યા હતા તેને વૃત્તાંત રોમાંચક તેમ રસપ્રદ થશે. મેરીએ એ પુસ્તકની પ્રસ્તાવનામાં આવાં પુસ્તકની અગત્ય. દર્શાવતાં લખ્યું છે, કે “કોઈ પણ દેશને અને કોઈ પણ વખતનો ઈતિહાસ વિચારી () મનને આનંદદાયક અને બેધકારક થઈ પડે છે. તેમાં આ
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy