SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આટલાં વર્ષના ગાળા પછી જે perspective આપણે દેખી શકીએ તે પરથી આ પુસ્તક આપણને દેખાડી શકશે કે ગુજરાતના નવા જમાનાના પ્રથમ મહાપુરુષોએ ગુજરાત વર્નાકયુલર સાસાઇટીને પોતાના કાર્યક્ષેત્રના વિકાસ અને વિસ્તાર માટે કેવી રીતે સબળ સાધના તરીકે વાપર્યું; તેમ જ સાથે પોતાનાં ધ્યેય પ્રાપ્ત કરવાને સાસાઇટીએ એ પુરુષોની કતવ્યદક્ષતાના કેટલે ધે અંશે લાભ લીધા. એટલે આવું સાધન ન હોત તે તેમનુ કાર્યાં વેગવાળું ન બનત અને આવા કાર્યકર્તાએ ન હોત, તો સોસાઇટીની પ્રગતિ કૃતિ થાત. આમ ગુજરાતના જીવનના ઘડતરમાં ગુજરાત વર્નાકયુલર સાસાઇટીને હીસ્સે આપણે જોઇ શકીએ છીએ. હવે આપણે વિચારની દશામાંથી આચારમાં આવવાનું છે અને તે માટે અનેક વિધ પ્રયત્ન ચાલી રહ્યા છે. માત્ર માન્યતા હંસ નથી પરંતુ કરી બતાવવું એ જ જરૂરનું છે. પરંતુ આપણને આ દશામાં લાવનાર આપણા પુરાગામીએાને તેમના લિગથ પ્રયત્ને માટે યશ આપવા એ આપણું કર્તાવ્યુ છે. ભાઈ હીરાલાલે જે બિન્દુ પોતાની નજર સમક્ષ રાખ્યું છે, તેમાં યેાગ્ય વસ્તુએ વાણી કાઢી વાંચનારને પોતાની સાથે લઈ રસિક અને આકર્ષક ખીનાઓમાંથી પસાર કરાવી પે.તાનુ ધ્યેય પ્રાપ્ત કર્યું છે એમ કહ્યા વિના ચાલે તેમ નથી. યુગ પ્રવર્તાવવામાં, જે અનેક ખળા કાર્યાં કરે છે, તેનું યચિત્ દર્શીન કરાવવા આ ઇતિહાસ સફળ થશે તે ગુજરાત વાંકયુલર સાસાઇટી આ કૃતિ રચાવવાને કરેલા પ્રયત્ન યથાયાગ્ય થયા એમ માનશે. મહત્ત્વના ગુજરાત વર્નાકયુલર સેાસાઇટીની કાર્યવાહક સમિતિને એક નમ્ર સૂચના કરવી અસ્થાને નહીં ગણાય. બુદ્ધિપ્રકાશની જુની ફાઇલેામાંથી લેખાને તારવી કાઢી એક શુભ સંગ્રહ પ્રકટ કરે તેા ગુજરાતની પ્રશ્નની માનસિક ઉત્ક્રાંતિનું એક ઉપયાગી દન આપણને પ્રાપ્ત થાય એમ આ ઇતિહાસ જોતાં મને લાગે છે. ગયા જમાના અને આ જમાના પ્રેમ સકળાએલો છે, કેટલાં પરિવર્તના જીવનના સર્વ પ્રદેશમાં થયાં છે તેના સાક્ષાત્કાર કરવાની તક એથી સાંપડશે. વિદ્યાબહેન ર, નીલકં અમદાવાદ ભ, તા. ૨-૧૦-૩૩.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy