SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ એમનું ફૂટ ઉંચું પ્રચંડ શરીર અને બ્રહ્મચર્યના તેજથી લખલખતું મુખ જે મંડળમાં તેઓ જતા ત્યાં એમને સજજડ પ્રભાવ પાડતા; અને તેઓ એક ઉત્તમ વક્તા હોવાથી, શ્રોતા વર્ગને એમના વાક્યાતુર્યથી અને બુદ્ધિપ્રભાવથી ચકિત કરતા અને તેમને વાદીગરની મેરલીના નાદની પેઠે પિતા પ્રતિ આકર્ષતા. એવું એમનામાં પ્રતાપી લોહચુંબકત્વ હતું. સન ૧૮૭૫ માં તેઓ અમદાવાદમાં આવેલા. એમના જાહેર વ્યાખ્યાનની વિદ૬ વર્ગપર ખૂબ અસર થયેલી. ભોળાનાથભાઈ અને મહીપતરામ પણ એ સભાઓમાં હાજર રહેતા; અને એ સભાઓમાં સ્વામીશ્રીને મળેલા વિજયથી અને આય સમાજને જયઘોષ કરવા સ્વામીશ્રીએ એ બે ધર્મવીરેને એવી દલીલ કરી હતી, કે “નામ માત્ર મેં કયા હૈ ? અપન સબ આર્ય યહ આર્યસમાજકા. નામ વિશેષ ઉચિત હૈ.” અને વિશેષમાં એમ સૂચવ્યું હતું કે પ્રાર્થના સમાજને આર્ય સમાજમાં ફેરવી નાંખો. ભેળાનાથભાઈએ એ સૂચનાને વિચાર કરીને ઉત્તર આપવાનું જણાવ્યું. ભેળાનાથના જીવન ચરિત્રમાં એ બનાવ વિશે નીચે પ્રમાણે ઉલ્લેખ પ્રાપ્ત થાય છેઃ “તે મુલાકાત પછી આખી રાત્રિ એ વિશે વિચારચિંતન કરવામાં ભોળાનાથે ઊંગ્નિદ્ર કાઢી, આખરે દૃઢ નિશ્ચય કર્યો કે નામ ન જ ફેરવવુંઆ પ્રમાણે પ્રાર્થના સમાજ એક મહેણી ઘાટીમાંથી બચી.” અને એ વિષયનું સ્પષ્ટીકરણ કરતાં લેખકે એક ઉદાહરણ આપ્યું છેઃ “એક સમયે ભેળાનાથે દયાનંદને કહ્યું,–“રવામગી! બાપ વેર ईश्वरप्रणीत बतानेका प्रयत्न करते हो, सो बुद्धिमान् लोकके सामने तो व्यर्थ હૈ” તે ઉપર દયાનંદે કહ્યું–બg નવ વાતતો સચ હૈ, પરંતુ, મોલ્સ નાથની, ऐसे समजाये सिवाय लोक. सब अपनी संग कैसे आनेवाले ? और अपनी જાહ રઢ વદ ?” આવી ધાર્મિક સત્યને ગાણુ ગણનાર સમાજમાં નિમગ્ન. થવાની અનિષ્ટ દશામાંથી પ્રાર્થના સમાજ બચી, એ ઈશ્વરને આભાર માનવાની વાત છે.”+ આ અરસામાં અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં એચ. પી. બ્લેટસ્કીઅને કર્નલ એચ. એસ. ઍકટ એ બે વ્યક્તિઓએ થીએરી નામની સંસ્થા સ્થાપી. તે કોઈ ધર્મ સંપ્રદાય નથી પણ તત્ત્વ શોધકનું મંડળ છે. તેમને આશય આધ્યાત્મિક માર્ગે મનુષ્ય જાતિની સેવા કરવાને છેવસ્તુતઃ પ્રજાને જડવાદના માર્ગે જતી અટકાવી તેમની ધાર્મિક વૃત્તિઓને પુનર્જીવન આપવાનો છે. * જુઓ ભેળાનાથ સારાભાઇનું જીવન ચરિત ૫. ૧૧૮.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy