SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ હાનિ” એ નામનું કવિતાનું પુરતક કવિ ગણપતરામ રાજારામ ભટ્ટ રચીને, એ વિષયને બોધક રીતે ચર્ચો હતે; અને એ આખ્યાન એટલી લોકપ્રિયતા પામ્યું હતું કે તેની બે આવૃત્તિઓ થઈ હતી. “બાળલગ્ન બત્રીસી” નામનું નવલરામનું ગરબીઓનું પુસ્તક જાણીતુ છે અને તેમાંની નીચેની પંક્તિઓ ઘણાંના મુખે હશે ભાઈ તે ભુગોળ ને ખગોળમાં ઘુમે છે, બાઈનું તે ચિત્ત ચુલા માંહ્ય, દેશિ કહેને તમે કેવું આ કજોડું તે કહેવાય !” ગોવર્ધનરામે “સરસ્વતીચંદ્ર'માં પ્રમાદધન અને કુમુદસુંદરીના ગુણનું કજોડું ચિતરીને એ વિષયને પરાકાષ્ટાએ પહોંચાડયો હતો અને એ કુચાલના ભર્મસ્થાનને વિંધ્યું હતું. તે પછી લગ્નના વિષયને જુદી જુદી દષ્ટિએ અવલોકી કવિશ્રી ન્હાનાલાલે સમાજ સમક્ષ કેટલાંક આર્દશ પાત્રો રજુ કર્યા છે અને ઉછરતી પ્રજાના માથે શ્રીયુત ઈન્દુલાલે “કુમારનાં સ્ત્રી રત્ન' દ્વારા દશ્યમાન કર્યાં છે, એ આપણે અર્વાચીન હિંદુ સમાજ કયે પચે વિચરી રહ્યો છે જેનાં દિશાસૂચક છે. એકલા નિષિદ્ધ રાક માટે જ નહિ પણ કદાચિત પરધર્મીને સ્પર્શેલું પાણું કે રાક લેવાય તે પણ જ્ઞાતિ ચોંકી ઉઠતી અને એવું રૂટિ વિરુદ્ધ કૃત્ય કરનાર સામે સખ્ત પગલાં લેતી. ન્યાયમૂર્તિ રાનડે જેવા મહાન પુરુષ જ્ઞાતિના જુલ્મી પંજામાંથી બચી શક્યા નહોતા. સન ૧૮૯૦ માં પંચદેહ મિશનવાળા પાદરીને ત્યાં ઈવનિંગ પાર્ટી હતી, ત્યાં ચા લેવા માટે રાનડેને જ્ઞાતિ બહાર મુકવામાં આવ્યા હતા અને તેનું પ્રાયશ્ચિત્ત કરે એમની મુક્તિ થઈ હતી. એ પરિસ્થિતિ સાથે અત્યારની વસ્તુસ્થિતિ વિચારે ? જુઓ કેટલો બધો તફાવત પડી ગયું છેમુંબઈમાં આજે સેંકડે કોલેજિયને રિાની હોટેલને છૂટથી ઉપયોગ કરે છે, એટલું જ નહિ પણ પ્રીતિ ભોજનમાં હાજરી આપનારાઓને કોઈ જ્ઞાતિજન પૂછતું સરખું નથી. તાજેતરમાં અસ્પૃશ્યતા નિવારણ માટે એક પંગતે બેસી જમણ લેનાર નવયુવકોની સંખ્યા ન્હાની કહેવાય નહિ. * જીઓ રાનડેનું જીવનચરિત્ર-સૂર્યરામ સેમેશ્વર દેવાશ્રયી રચિત-પૃ. ર.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy