SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ સન ૧૮૯૮ માં અમદાવાદમાં કેળવણીના પ્રશ્નો વિષે વિચાર વિનિમય અર્થે એક કોન્ફરન્સ ભરવામાં આવી હતી તેમાં લાલશંકરે બે નિબંધ વાંચ્યા હતા; તેમને એક આપણા પ્રાંતમાં સ્ત્રી કેળવણીના પ્રચાર વિષે હતે. તેમાં કન્યાશાળાઓમાં નીતિના શિક્ષણપર ભાર મૂકતાં એમણે કહ્યું હતું, કે “Such religious and moral instruction is particularly necessary in Girls' Schools for the purpose of healthy home education. In the formation of character of boys much depends upon the mothers. If girls receive proper religious and moral instruction, then only can we expect proper religious instruction at home.” કન્યાશાળા માટે “શિક્ષા વચનનું” નું પુસ્તક જવામાં એમનો પ્રસ્તુત આશય જ કારણભૂત હતો. એમણે આપણા દેશનો ઉદ્ધાર કેળવણીમાં, ખસુસ કરીને સ્ત્રી કેળવણીમાં, જિયો હતે. તેથી સ્ત્રી કેળવણીની કોઈપણ હિલચાલને તેઓ મદદ કે ઉત્તેજન આપવાનું ચૂકતા નહિ. એ વિષે કાંટાવાળા જણાવે છે, “ભાઈ લાલશંકર જેમ દયાળુ વૃત્તિના હોઈ અનાથ બાળકને વિધવા તથા સ્ત્રીઓને માટે ઘણું કરતા, તેમ તેમને સ્ત્રી કેળવણીને માટે એટલે શેખ હતો કે વડોદરાની મીલમાં જે ૫૦ શેર ભર્યા તેમાંથી ૩૫ શેર અને ત્રણ આની કમિશનમાંથી એક આની કમિશન સ્ત્રી કેળવણીના કામમાં દીવાળી ભાભીને નામે જે ઉત્પન્ન આવે તે વાપરવાની યોજના રાખી હતી.” | લાલશંકર મહિલા પાઠશાળા અને સૈ. દિવાળીબાઈ કન્યાશાળા, એ અમદાવાદની સ્ત્રી કેળવણીની મોટી સંસ્થાઓ જોઈને કોઈપણ કબૂલ કરશે કે એ સંસ્થાઓ બહુ સ્તુત્ય અને સંગીન કાર્ય કરી રહેલા છે; અને તે જાણુને સ્વર્ગસ્થને આત્મા જરૂર પ્રસન્ન થાય. સોસાઈટીને એમણે અન્ય રીતે ફંડે મેળવી આપીને અને સભાસદ કરીને સમૃદ્ધ અને આબાદ કરી હતી, તેમ તેમના તરફથી ભારે રકમ કેળવણીના કાર્યો માટે અપાયેલી છે. એમની જિંદગીનો વિમો રૂ. ૧૦,૦૦૦) ને એમણે સાઈટીના નામ પર ચઢાવી આપ્યો હતો; અને તેનું વ્યાજ સાહિત્ય, સપ્ટેમ્બર, સન ૧૯૨૮, પૃ. ૩૦
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy