SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ૭ તરીકે એમની ખ્યાતિ ચોતરફ દેશમાં પ્રસરી રહી; અને સન ૧૯૦૭ માં સુરતમાં અખિલ ભારતવષય સમાજ સુધારા પરિષદ મળી તેમાં પ્રમુખપદે નીમી, પ્રજાએ એમને યોગ્ય માન આપ્યું હતું. મહીપતરામના અચાનક અવસાનથી સેસાઈકીને ઍનરરી સેક્રેટરીની જગો ખાલી પડતાં, મેનેજીંગ કમિટીએ લાલશંકરને એ પદે નીમીને એમની શક્તિમાં પરમ વિશ્વાસ દર્શાવ્યો હતે. એમના બંને શુભેચ્છાએ–ગપાળરાવ હરિ દેશમુખ અને રા. સા. મહીપતરામ–સોસાઈટીની અગાઉ ઉત્તમ પ્રકારે સેવા કરી હતી. લાલશંકર પણ સોસાઈટીનીના કામકાજમાં એટલા રચ્યાપચ્યા રહેતા કે સોસાઇટી એમના જીવનનું એક અંગ બની રહી હતી; અને એમના પરિચયમાં આવનાર સૈ કેઈને સેસાઇટીનું સ્મરણ થતાં, લાલશંકરની છબી તેમની સમક્ષ આવી ઉભી રહેતી જણાતી; એ ગાઢ સંબંધ એમની અને સોસાઈટી વચ્ચે જામ્યો હતો. સોસાઈટીના ઓનરરી સેક્રેટરી તરીકે આશરે ૨૧ વર્ષ એમણે તેની સેવા કરી એ સમયમાં સેસાઇટીની પ્રગતિ લાલશંકરે અનેક પ્રકારે સાધી હતી. સંસાઈટના આજીવન સભાસદો વધારવામાં એમણે કંઈ કમીના રાખી નહોતી. એ પ્રમાણે ટ્રસ્ટફડે મોટી સંખ્યામાં મેળવ્યાં હતાં. બ્રહ્મચારીની વાડીનું ટ્રસ્ટ પણ એમના પ્રયત્નથી સોસાઈટીને સપાયું હતું. સોસાઇટીનું ભંડોળ પણ એમણે પુષ્કળ વધાયું હતું. અમને બરાબર યાદ છે કે સન ૧૯૧૦ સરવૈયામાં સોસાઈટીની રોકડ મૂડી રૂપિયા એક લાખની જોઈને લાલશંકરને બહુ સંતોષ થયો હતે. વળી એમના વહિવટ દરમિયાન પુસ્તક પ્રકાશનનું કાર્ય થોડું થયું નહોતું. લગભગ ૧૪૪ પુસ્તક પ્રસિદ્ધ થયાં હતાં, તેમાંના ૧૨૭ ની નોંધ પ્રકરણ ૧૦ માં કરવામાં આવી છે. તેને યથાસ્થિત ખ્યાલ આવવા એક પત્રક તૈયાર કર્યું છે, તે સ્વતઃ બોલી ઉઠશે
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy