SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ પુનવિવાહ થયા. વીશા ખડાયતા વૈષ્ણવ વાણુઓની નાતમાં : તા. ૨૬ આગષ્ટ સને ૧૮૯૨, અમદાવાદમાં ભરૂચ જીલ્લાના કેરવાડા ગામમાં વિશા ખડાયતા વાણુઓની દીકરી નામે વકાર તે ૧૧ વર્ષની ઉમરે બાળરંડા થઈ અને તેને બાપ પણ ગુજરી ગયે. તેની મા છે, પણ તેને ભાઈ કે બહેન નથી. તે બાઈને એક ગાયકવાડી ગામમાં પરણાવી હતી પણ રંડાયા પછી પીયરમાં રહેતી હતી. તે બાઈએ કરવાડાની કન્યાશાળામાં વિદ્યાભ્યાસ કર્યો. પછી તે કન્યા શાળાની શિક્ષક પિતે થઈ. તે બાઈની ભરજુવાની એટલે ૧૮-૧૯ વર્ષની ઉમર થઈ ત્યારે તેને એ વિચાર થયે કે આખી ઉમર વિધવાપણું ભોગવવા કરતાં મારી નાતને સારે વર મળે તે તેની સાથે પુનર્લગ્ન કરવું તે ઠીક છે. એવામાં તેની જ નાતને નડીયાદને વતની લલ્લુભાઈ મથુરદાસ જેની ઉમર આશરે ૨૩ વર્ષની છે. તે ભરૂચ જીલ્લાના કતપરની સરકારી નિશાળને મહેતાજી છે. તેની સાથે તેણે કાગળ પત્રને વહેવાર ચલાવ્યો અને તે બંને જણાંએ એ ઠરાવ કર્યો કે આપણે પુનર્વિવાહ કરે. હવે પેલી બાઈને એજ્યુકેશનલ ઈન્સ્પેક્ટર સાહેબની તરફથી એવો હુકમ થયું કે તમારે અમદાવાદની ફીમેલ નામન સ્કુલમાં જઈને વધારે અભ્યાસ કરવો. તે કામ વાસ્તે તથા પુનર્લગ્ન કરવા વાસ્તે તે બાઈએ અમદાવાદ આવવાને વિચાર કર્યો, પણ તેની મા, તથા તેના સગાઓ અટકાવ કરશે એવા અંદેશાથી તે બાઈએ તથા સદરહુ મહેતાજીએ અમદાવાદની પુનર્વિવાહીત્તેજક સભાના મેંબરેની મદદ માગી. તેથી અહિંથી તેની મદદે માણસે ગયાં તે વાત બાઈનાં સગાને તથા કેરવાડાના લોકોને જાણવામાં આવી. તેથી સગાએ બાઈને નિશાળમાં જતી અટકાવી, ને નેકરીનું રાજીનામું મોકલાવરાવ્યું. ને ગામના લોકોએ પેલાં માણસો ઉપર મોટું હુલડ કર્યું. તે બાઈને એટલો જબરજસ્તીથી મુંડાવી નાંખ્યો. બાઈને કેરવાડાથી છેડે દૂર બાઉવા ગામમાં ગેરકાયદેસર કેદ રાખી. આ બાબતની ફરીયાદ ભરૂચના આશીસ્ટંટ માછટ મી. વાહીટ વરથની આગળ થઈ, તેથી તે સાહેબે તે બાઈને સમન કર્યો, તેના સગાઓ
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy