SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર વાદ મીલ ઉદ્યોગનું કેન્દ્ર સ્થાન હતું. એમને લાગી આવ્યું, હું પણ મીલ ઊભી કરૂં; છેાકરાઓ માટે સારી મીલકત મૂકતા જાઉં, એ લાલચે, એક એ નહિ પણ ત્રણ ત્રણ મીલેા કાઢી–અમદાવાદ, નિડયાદ અને સુરતમાં, શરૂઆતમાં સઘળુ ઉજળું દેખાયું; પરંતુ જીંદગીભર જેમણે સાહેબી ભાગવેલી અને અધિકાર વાપરેલા તે વ્યવહારમાં ગુલાંટ ખાઇ ગયા. પાસેનાથી અને બહારનાથી તે છેતરાયા; એમના વિશ્વાસના ભંગ થતા એમણે જોયે. ન્હાની દેખાતી મુશ્કેલીએ ગંભીર થઇ પડી. હમણાં તે દૂર કરી શકાશે એવી આશામાં તેઓ વધુ અને વધુ નાણાંની જવાબદારી માથે લેતા ગયા. ભાવિ પ્રતિકૂળ નિવડયું. એ નાણાંની ગુંચમાંજ તે જકડાઇ ગયા. જીવનનું સર્વસ્વ રહ્યુ મેળવ્યું હરાઇ જતું એમણે જોયું. એમની હિંમત ભાંગી ગઇ અને આપશ્ચાત કરવા સુદ્ધાંત પ્રેરાયા; પરંતુ પ્રભુએ તેમને બચાવ્યા, પણ તેએ એટલા પ્રામાણિક અને એકનિષ્ઠાવાળા હતા કે પોતાની પાસે જે કાંઇ હતું તે સઘળું લેણદારને દેવામાં લખી આપ્યું. એમની કસોટી આ કટોકટીના પ્રસંગે થઈ, તેમાં સુવર્ણની પેઠે તવાઇને તે અણિશુદ્ધ ચોખ્ખા બહાર આવ્યા. એમની કીર્તિ ઉજ્જવળ બની; એમણે તેને ઝાંખ લાગવા દીધી નહિ. ભલાભલા હતાશ પામે, હદય ભગ્ન થાય ત્યાં તેમણે અડગતાથી શાન્તપણે સઘળું સહન કર્યું એવી એમની વીરતા હતી. એ ધીર પુરુષે સારા દિવસેામાં જે કાર્ય કરવાની તીવ્ર ઇચ્છા હતી પણ તે થઈ શકેલું નિહ એવું એમને પ્રિય કેળવણીનું કાર્યાં આ પડતીના દિવસોનાં આરંભ્યું. એક ઘવાયલા સૈનિકની પેઠે એમની શક્તિ ખંડિતઅપંગ બની હતી. તેમ છતાં એમણે સતત પ્રયત્ન અને ખંતથી અમદાવાદમાં ગુજરાત કેળવણી મંડળ નામની એક સંસ્થા સ્થાપી. ભવિષ્યમાં તે ગુજરાતીની એક યુનિવર્સિટી થઇ પડે એવા વ્યાપક અને વિસ્તૃત તેના ઉદ્દેશ એમણે ચેાજ્યેા હતેા. તે સંસ્થા માટે સભાસદો કરવામાં એમણે પુષ્કળ શ્રમ ઉઠાવ્યા હતા. જાત સંભાળ માટે તેએ બહુ કાળજી રાખતા; પણ આ કામાં એમણે પોતાની કાયાને પૂરી ખર્ચી નાંખી હતી. ખેદ એ થાય છે કે તેઓ એ સંસ્થાને પગભર કરી શકે, તેને વ્યવસ્થિત સ્વરૂપમાં રજી કરી શકે તે આગમચ એમનું અવસાન થયું. વિધિની અગમ્ય લીલા ! સાહિત્યકાર તરીકે એમણે પેાતાને કદી ઓળખાવ્યા નથી; પણ જીવન સાથે સાહિત્યને નિકટ સબંધ છે, એ તેએ પૂરેપુરું સમજતા; તેથી જીવનને અસર કરે એવું પ્રભાવશાળી, જીવન અને તલસ્પર્શી સાહિત્ય તૈયાર કરા વવાને તેઓ સદા ઉત્સુક રહેતા.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy