SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ “બુદ્ધિપ્રકાશ” માં એમના અવસાનની નોંધ લેતાં લેખકે સાચું જ કહ્યું હતું, કે – સામાન્ય રીતે સમસ્ત ગુજરાત અને મુંબઈ ઈલાકાએ પિતાને એક સુપ્રતિષ્ઠિત અને કસાયેલો કાર્યદક્ષ આગેવાન-રાજા અને પ્રજા બંનેના કલ્યાણની કામનાથી અને બંનેનાં મન સાચવીને કામ કરનાર ગુણવાન, બુદ્ધિમાન અને સમયસૂચક-કર્મવીર ખેંચે છે. એ ખોટ એવી ભારે છે કે તુરત વેળા તે તેમનું સ્થાન સાચવે તે પુરૂષસિંહ ગુજરાતમાં નજરે પડતું નથી. ” દીબા. અંબાલાલ સાકરલાલ “બ>, કંઈ મોટો માણસ નથીઃ મહારું તે વળી જીવનચરિત્રLife and letters-હોય ! ! હેમે ધારતા હશે તેવો કલમબાજ આ ગ્રેજયુએટોમાં ગુજરાતમાં ગોરધનભાઈ, નનુભાઈ (રા. રા. નરસિંહરાવ) કેશવલાલ નીવડયા છે, તેવો Literary Man–પણ હું નથી. વળી હજી હારે ઘણું જીવવું છે, ઘણું ઘણું કરવું છે. કઈએ કરવાની તક મહને હિમણાં જ મળી છે. વળી જુઓ, એ દરેકમાં–મ્યુનિસિપાલિટીમાં રાજકીય બાબતમાં, આપણા દેશની આર્થિક હાલત કેમ સુધરે એ પ્રશ્નમાં-સર્વમાં હારે તો ડગલે ડગલે ઘણું જ્ઞાન મેળવવાનું છે અને પોપટિયા કે કેવળ પુસ્તકિયા જ્ઞાન હારે કઠેજ ન જરે, એટલે પ્રત્યક્ષ જોવાનું અને અનુભવવાનું, વિચારવાનું, તુલના કરવાનું ને પૂર્વાપર બેસાડવાનું અત્યંત. આથી કરીને દેશના ભાવિ ઉદય માટેની આ આપણી વર્તમાન જાહેર લોક સેવાની વ્યાપક હીલચાલને લગતા વિષયમાં મહને રાત દિવસ એટલો તે રસ પડે છે-દૂ! કે હમે માગે છે તેમ ભૂતકાળમાં નજર નાખવાને નથી ફુરસદ ને નથી વૃત્તિ.”* વિદ્યાર્થી તરીકે અંબાલાલભાઇની કારર્કિદી કીર્તિવંત હતી અને તેઓ એમ. એ; થયા પછી એમને “Prince of Graduates”એવા ઉપનામથી ઓળખવામાં આવતા હતા. પરીક્ષામાં સંસ્કૃતમાં તેઓએ બહુ સારા માર્કસ મેળવેલા તેથી સંસ્કૃરના નિષ્ણાત તરીકે એમનું નામ નોંધી લેવાઇ પ્રાચીન શેધખોળને લગતાં રીપોર્ટ અને પ્રાચીન પુસ્તક ભંડારની સૂચીઓ વગેરે એમને સરકાર તરફથી બક્ષીસ મળ્યા કરતાં, જેની નકલો બુદ્ધિપ્રકાશ, સન ૧૮૯૮, પૃ. ૩૬૫. * દી. બા. અંબાલાલનાં ભાષણો અને લેખે. પૃ. ૮.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy