SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ * ૧૩ પરીક્ષામાં દેશી ભાષાને સ્થાન આપ્યું છે તેનું પગલું બરાબર ન હતું. ઇગ્રેજીદ્વારા શિક્ષણ આપવાની પ્રથાની પેઠે એ અવળો માર્ગ ગ્રહણ કરવામાં આવ્યું હતું. વાસ્તવિક રીતે એ અભ્યાસની શરૂઆત નીચેના શાળા અને પાઠશાળાના ધોરણોમાંથી થવી જોઈતી હતી; તે માટે હજુ ફરિયાદ ચાલુ છે. તેમ છતાં ગુજરાતી ભાષા અને સાહિત્યના અભ્યાસને એ રીતે સારું પ્રોત્સાહન મળશે એવી સમજણથી સોસાઈટીએ એ નિર્ણયને સહર્ષ વધાવી લીધું હતું અને ઉમેદવારે એમ. એ. ની પરીક્ષામાં ગુજરાતી વિષય લેવાને પ્રેરાય એ ઉદેશથી સન ૧૯૦૨ માં “જે કેઈ ઈગ્રેજી સાથે ગુજરાતી ભાષા લઈ એમ. એ. ની પરીક્ષામાં ઉંચે નંબરે પાસ થાય તેને રૂ. ૨૫૦) અઢીસું ઈનામ દાખલ સોસાયટી તરફથી આપવા” જાહેર કર્યું હતું; અને અમને જણાવતા આનંદ થાય છે કે પ્રથમ ત્રણ વર્ષનાં ઈનામ “સાહિત્ય'ને અધિપતિ શ્રીયુત મટુભાઈ હ. કાંટાવાળા, દેવગઢબારિયાના દિવાન શ્રીયુત મોતીલાલ લલ્લુભાઈ પારેખ અને કાવ્યમાધુર્યના સંપાદક શ્રીયુત હિંમતલાલ ગણેશજી અંજારિયાને અનુક્રમે અપાયાં હતાં. તે પછી એ પ્રશ્ન પુષ્કળ ચર્ચાય છે; શાળા અને પાઠશાળામાં તેને વધુ અને મોટા પ્રમાણમાં સ્થાન અપાયું છે; પણ સ્વભાષાની મહત્તા અને ગેરવનું ભાન પ્રજાને મહાત્મા ગાંધીજીએ જ કરાવ્યું છે, એ વિષે હવે પછીના એકાદ પ્રકરણમાં અમે વિવેચન કરીશું. આપણે હવે સરકારે નવા કાયદાઓ ઘડીને સમાજમાંથી કર અને અનિષ્ટ ચાલો બંધ પાડયા અને તે કાર્યમાં લોકમત જાગૃત કર્યો; તેમ કેવી રીતે વિદ્વાનો તેમાં મદદગાર અને માર્ગદર્શક થયા એ વિષય વિચારીશું. કસરખા: “ Though the use of vernaculars for such purposes was recoñmeded by the Department of Public Instruction in the Bombay Presidency as far back as 1914, the university authorities were until recently opposed te the innovation. In 1925 the university adopted the neutral position of allowing candidates the choice between their mother tongve and English in answering the papers on history and the Indian classical languages."* *The Times Educational Supplement, March 11th 1933.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy