SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ એમને નિબંધ કરજ કરવાથી મનુષ્ય કેવી વિષમ સ્થિતિમાં મુકાઈને અનેક પ્રકારનાં કષ્ટ અને હાડમારી વેઠે છે, તેનું અસરકારક ખ્યાન આપે છે. સોસાઈટીમાં કામ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતાં એમણે તે વખતે હબ સ્પેન્સર, જે તત્વચિંતકનાં પુસ્તકે નવ શિક્ષિત વર્ગમાં બહુ લોકપ્રિય હતાં; એમનાં બે પુસ્ત–પરોપકાર (Beneficence) અને નીતિસિદ્ધાંત (Data of Ethics:) છે. ધેડે કેશવ કર્વેના મરાઠી અનુવાદ પરથી ગુજરાતીમાં લખી આપ્યાં હતાં. | સ્વર્ગસ્થની ઉદાર વૃત્તિ અને સેવાભાવ વિષે એકજ ઉદાહરણ નોંધીશું. સોસાઈટીની નેકરીમાં તેઓ વર્ષ સવા વર્ષ રહ્યા હતા, અને તે કાર્ય એમણે સાવ સેવાભાવથી સ્વીકાર્યું હતું અને જ્યારે સોસાઈટીના કાર્યકર્તાઓ તરફથી પગાર લેવાનું દબાણ થયું ત્યારે એ મુદતને પગાર પોતે ગાંઠે નહિ બાંધતાં, એ રકમ પોતાની જ્ઞાતિના વિદ્યાર્થીઓને તેના વ્યાજમાંથી ઇનામ આપવાને સોંપી હતી. પછીથી તે મુડીમાં વધુ રકમ પદરની આપીને દર માસે તેમાંથી રૂા. પાંચની માસિક લરશીપ સ્વજ્ઞાતિના વિદ્યાથીને આપી શકાય એવી વ્યવસ્થા કરી હતી, એટલું જ નહિ પણ મહાલકમી ટ્રેનીંગ કોલેજ ફોર વિમેન, જે સંસ્થામાં પોતે લાંબા સમય નેકરી કરી હતી ત્યાંની સ્ત્રીઓને ઈનામ આપવા સારૂં પિતા તરફથી રૂા. ૫૦૦ નું ફંડ સોસાઈટીને આપ્યું હતું. એવી રીતે ખાનગી મદદ તેઓ ઘણાને આપતા હતા. આપણા લોકોમાં આરોગ્ય સુધારણ અર્થે સ્વર્ગસ્થ રણછોડલાલ છોટાલાલે સોસાઈટીને રૂા. ૨૦૦૦ નું ટ્રસ્ટફંડ સેપ્યું હતું. તેની સરત એવી હતી કે સેસાઇટી આરોગ્ય અને મદ્યપાન નિષેધ એ વિષય પર યોગ્ય લાયકાતવાળા ગૃહસ્થ પાસે જાહેર વ્યાખ્યાને અપાવે તેમ તે છપાવે. એ ફંડ આપવામાં જેમ એમને સ્તુત્ય આશય દેખાઈ આવે છે તેમ લોકજીવનમાં ક્યાં સુધારાને અવકાશ છે અને તે માટે કયું પગલું આવશ્યક છે, તેનું સુક્ષ્મ અવલોકન અને તેનું નિદાન શોધી કાઢવાની એમની ઝીણું બુદ્ધિ આપણને ચકિત કરે છે. એ ફંડમાંથી ડે. નીલકંઠરાયે દારૂ વિષે વ્યાખ્યાન આપ્યું હતું તેને ઉલ્લેખ પાછળ થયેલો છે. એ યોજનાને અંગે જ ડે. જોસફ બેન્જામીને હિન્દુસ્તાનમાં આરોગ્યતાને સુધારે ” એ વિષય પર લેખ લખી આપ્યો હતે. મૂળ લેખ છે. જેનો મરડો કે લખેલો અને સ્વર્ગસ્થ લાલશંકરની સૂચના.
SR No.032696
Book TitleGujarat Varnacular Societyno Itihas Part 02
Original Sutra AuthorN/A
AuthorHiralal Tribhuvandas Parekh
PublisherHiralal Tribhuvandas Parekh
Publication Year1933
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy